Home કાલોલ ડેરોલ સ્ટેશન રોડ ઉપર ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જન સંપર્ક કાર્યાલય...

ડેરોલ સ્ટેશન રોડ ઉપર ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જન સંપર્ક કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું

155
0

કાલોલ : 15 જાન્યુઆરી


127 કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ જ્યારથી ચૂંટાઇને આવ્યા છે ત્યારથી લોકો તેમનાં પ્રશ્નો લઈને ફતેસિંહ ચૌહાણ પાસે આવે છે અને તેઓ પણ જે તે અધિકારીને તાત્કાલિક સૂચના આપી તેનો નિકાલ કરાવે છે અને મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેને લઇ આજરોજ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ કાલોલ શહેરનાં ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલ HDFC બેંક ની સામે જન સંપર્ક કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.જેથી કરી પ્રજાનાં વિવિધ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવી શકાય.

આ પ્રસંગે કાલોલ ભારતીય જનતા પાર્ટી મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ સહિત કાલોલ તાલુકા અને નગરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here