Home રાજ્ય ડભોઉ ગામે સરકાર તરફથી ગામમાં કચરો એકત્ર કરવા માટે મળેલ ઇ-રીક્ષાનું લોકાર્પણ

ડભોઉ ગામે સરકાર તરફથી ગામમાં કચરો એકત્ર કરવા માટે મળેલ ઇ-રીક્ષાનું લોકાર્પણ

143
0

સોજીત્રા : 22 માર્ચ


સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ સરકારશ્રી તરફથી ગામમાં કચરો એકત્ર કરવા માટે મળેલ ઇ-રીક્ષાનું લોકાર્પણ અને ૧૫માં નાણાપંચ હેઠળ ગામમાં ઘર દીઠ ડસ્ટબિનનું વિતરણ આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે તેમની સાથે જિલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ,સોજીત્રા નગરપાલિકાના અને આણંદ જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ પટેલ,સરપંચશ્રી બંસીભાઈ,ડે.સરપંચશ્રી શંભુભાઈ ઠાકોર,સોજીત્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન પરમાર,જિલ્લા પંચાયત સભ્યશ્રી રમેશભાઈ રાઠોડ,તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી ગીતાબેન ઠાકોર, ડભોઉ દુધ ઉત્પાદક સહકારી મંડળી અને સહકારી મંડળીના ચેરમેનશ્રી , સોજીત્રા તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મીહિકાબેન પરમાર,વિસ્તરણ અધિકારી અને વહીવટદાર શ્રી ડાયાભાઈ પ્રજાપતિ,તલાટીશ્રી જીતુભાઈ,ડભોઉ ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

અહેવાલ : ધવલ બ્રહ્મભટ્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here