તસવીર પ્રતિકાત્મક છે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 9 એપ્રિલના રોજ જુનીયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા પ્રસાશન સજ્જ છે. રવિવારે લેવામાં આવતી પરીક્ષામાં પેપરની સુરક્ષા માટે ખાસ સ્ટ્રોંગરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની વાત કરવામા આવે તો, કુલ 04 ફ્લાઇંગ સ્કવોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર 01 પી.એસ.આઈ સહિત એ.એસ.આઈ કક્ષાના કર્મચારી સાથે મહિલા અને પુરૂષ કોન્સ્ટેબલ ખડેપગે રહેશે