આણંદના જીટોડીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કોકિલાબહેન રશ્મીકાંત પરમારે બે મહિના પહેલા જ નવો મોબાઇલ ખરીદ્યો હતો. આ મોબાઇલ તેઓ વાપરતાં હતાં. તેઓ 3જી એપ્રિલના રોજ શાળા પર હાજર હતાં તે સમયે ધો.7માં અભ્યાસ કરાવવા ગયાં હતાં. તે સમયે તેમના પર્સમાં મોબાઇલ હતો. જોકે, તેઓ બીજા કલાસમાં તથા ઓફિસમાં ગયા હતા. બાદમાં સાડા બારેક વાગે શાળાનો સમય પુરો થતાં તેઓ પર્સ લઇને ઘરે જઇ રહ્યાં હતાં તે સમયે જોતા મોબાઇલ નહતો. તે સ્વીચ ઓફ આવતો હતો. આથી, શાળામાં તપાસ કરતાં તે ચોરી થયાનું જણાયું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.