Home રાજ્ય જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ …. !!!! જુઓ કયા જળાશયોને...

જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ …. !!!! જુઓ કયા જળાશયોને કરાયા હાઇ એલર્ટ …

170
0

હાલ વરસાદની સિઝન ચાલી રહી છે. હવામાન નિષ્ણાંત, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હજુ પણ આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે, જો અત્યાર સુધીમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં કુલ 78.91 % ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ સરેરાશ વરસાદ 109.10 % નોંધાયો છે. જ્યારે મોસમનો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 135.72 % નોંધાયો છે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં 66.38 ટકા વરસાદ પડ્યો છે. તો, દક્ષિણ ગુજરાતમાં 68.59 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 62.59 ટકા વરસાદ વરસ્યો છે. સિઝનમાં વરસેલા સરેરાશ વરસાદને કારણે 61 જળાશયોમાં 100 ટકાથી વધુનો જળસંગ્રહ થયો છે. તો, 28 જળાશયોમાં 90 ટકાથી 100 ટકા જલસંગ્રહ થયો છે. જ્યારે, કુલ 89 જળાશયો હાઈ એલર્ટ પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here