Home રાજ્ય જાંબુઘોડા પોલીસે છોટાઉદેપુર તરફથી વિદેશી દારૂ ભરીનેઆવી રહેલી ડસ્ટર ગાડી સહિત બેની...

જાંબુઘોડા પોલીસે છોટાઉદેપુર તરફથી વિદેશી દારૂ ભરીનેઆવી રહેલી ડસ્ટર ગાડી સહિત બેની ધરપકડ કરી

157
0

જાંબુઘોડા : 23 માર્ચ


પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીએસઆઇ ઝાલાને ખાનગી રાહે હેચોક્કસ બાતમી મળતા કે રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી નંબર જી.જે ૦૬એફ. કયુ ૭૪૯૪ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ભરી છોટાઉદેપુર બાજુથી ઠલકી ચોકડી થી જાંબુઘોડા ના કરા બાજુ આવનાર હોવાની બાતમી મળતા જાંબુઘોડા પીએસઆઇ એ તેમના સ્ટાફ સાથે કરા ગામ પાસે નાકાબંધી કરતા બાતમી વાળી ગાડી સામેથી આવતા ગાડી ના ચાલ કે પોલીસની નાકાબંધી જોતા ગાડી ચાલકે યુ ટર્ન લઈને ભાગી છુટતા જાંબુઘોડા પોલીસે ભારતીય બનાવટ નો ઇંગલિશ દારૂ ભરેલી કારનો પીછો કરી ભાગી રહેલા કારચાલકને ખાંડીવાવ નજીકથી ઝડપી પાડી કાર તપાસતા કારમાંથી ૨૬૪૦૦ના બિયર નંગ ૨૬૪ તેમજ ૨૩૦૪૦ ની વોડકા નંગ ૧૯૨સાથે ડસ્ટર ગાડી જેની કિંમત બે લાખ સાથે ટોટલ ૨૫૯૪૪૦ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના ગીરધા ગામના કારચાલક દિનેશ કાલુ વસુન્યા તેમજ ભાભરા તાલુકાના દીલા લોન્ગસિંહ વાસકલે ને જાંબુઘોડા પોલીસે ઝડપી પાડી ગુજરાત પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઈ ૯૮(૨) ૮૧.૧૧૬. બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અહેવાલ : સંદીપ વાળંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here