Home Trending Special ચોમાસામાં મન મહેકાવતી આબુની ધરાએ ઓઢેલી લીલી ચાદર !!!!

ચોમાસામાં મન મહેકાવતી આબુની ધરાએ ઓઢેલી લીલી ચાદર !!!!

259
0

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ફરવા જવાની વાત આવે ત્યારે સૌથી પહેલા આબુ જ યાદ આવે છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન આબુ લીલીછમ હરીયાળી અને નાના-મોટા ઝરણાના કારણે પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે. ત્યારે, ચોમાસાની ઋતુમાંતો ગુજરાતીઓની ફરવા જવાની પહેલી પસંદ માઉન્ટ આબુ જ હોય છે. કારણ કે, ચોમાસાની ઋતુમાં આબુનું વાતાવરણ જ કઈક અલગ હોય છે. ચોતરફ હરિયાળી,નીચા વાદળો, ખળખળ વહેતા ઝરણાઓ પ્રવાસીઓને આકર્ષે છે. વરસાદી માહોલ વચ્ચે પર્યટકો વાદળોમાં ફરતા હોય એવો અહેસાસ કરતાં હોય છે. માઉન્ટ આબુની આસપાસ પણ ફરવા લાયક અનેક સ્થળો આવેલા છે. જેમાં નક્કી તળાવ, દેલવાડા જૈન મંદિર, પીસ પાર્ક, માઉન્ટ આબુ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, પિક ગુરુ શિખર, ટ્રેવર્સ ટેન્ક ટ્રેક રોક સનસેટ પોઈન્ટ અને હનીમૂન પોઈન્ટ. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે.

વરસાદની સિઝનમાં કુદરતની સોળે કળાઓ નિહાળવા હજારો લોકો અહીંયા પહોંચે છે. આબુમાં હવે, ખૂબ સુંદર હોટેલ અને રિસોર્ટ્સની પણ સુવિધાઓ હોવાથી લોકો મિનિ વેકેશનનો પણ પ્લાન કરતાં હોય છે. માઉન્ટ આબુ હિલ સ્ટેશન હોવાથી વન્ય જીવો જેવા કે, વાંદરાઓ, રિંછ જોવા મળી આવે છે. જે નાના બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. વરસતા વરસાદ વચ્ચે હિલ સ્ટેશન પર ગરમ ગરમ મકાઇ, મેગી તેમજ ત્યાંનાં પ્રખ્યાત પાલક પકોડા સાથે કઢીની મજા જ કઈંક અલગ હોય છે. તો જો તમે પણ આબુ જવાનું વિચારી રહ્યા હોય તો ચોમાસાની સિઝન સૌથી બેસ્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here