ગોધરા : 3 મે
ગોધરા શહેર સહિત પંચમહાલ જીલ્લામાં અખાત્રીજ અને પરશુરામ જયંતિની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના લાલબાગ મંદિર ખાતેથી ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનું બ્રહ્મ સમાજ ધ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રાનું પ્રસ્થાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધ્વારા જય પરશુરામ ના જયધોષ સાથે કરાવામાં આવ્યું હતું. જે દરમ્યાન ભૂદેવો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. શોભાયાત્રા દરમ્યાન શહેરમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
ગોધરા શહેર સહીત પંચમહાલ જીલ્લામાં પરશુરામ જયંતિ અને અખાત્રીજ પર્વની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી ગોધરામાં પરશુરામ જયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ પરશુરામસેના યુવા વાહીની ધ્વારા ગોધરા ના લાલબાગ મંદિર ખાતેથી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રામાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને જય જય પરશુરામ ના નાદ સાથે શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.આ શોભા યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં ભુદેવ પરીવારો અને પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના રાજમાર્ગો પર વાજતેગાજતે નીકળેલી શોભાયાત્રા આકર્ષણ નું કેન્દ્ર બની હતી. જેમાં મહિલાઓ તેમજ હાજર બ્રહ્મ બંધુઓ ગરબે ઘૂમ્યા હતા.જે શોભાયાત્રા શહેરના ચિત્રારોડ, સોનીવાડ, રણછોજી સહિત ના વિસ્તારમાં થી પસાર થઈ હતી. ગોધરા બ્રહ્મ સમાજ ધ્વારા આયોજિત શોભાયાત્રા માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેતા પોલીસ નો ચુસ્તપણે બંદોબસ્ત તૈનાત જોવા મળ્યો હતો. સીએમ ભુપેન્દ્રભાઈ પટેલનું બ્રહ્મ સમાજના આગેવાનો ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ખાસ પ્રસંગે મુખ્ય પ્રધાન સાથે પંચમહાલ જિલ્લા સાંસદ ,ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી ,જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ ખાસ ઉપસ્તીત રહ્યા હતા. ગોધરામાં નીકળેલી શોભાયાત્રા માં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના પરીવારો જોડાયા હતા…