Home ગોધરા ગોધરા ખાતે મહિલા ઉમેદવારો માટે ક્લસ્ટર કક્ષાનો ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને...

ગોધરા ખાતે મહિલા ઉમેદવારો માટે ક્લસ્ટર કક્ષાનો ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

112
0

પંચમહાલ: 1 ઓગસ્ટ


ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ “ અન્વયે તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ જીલ્લા રોજગાર કચેરી,ગોધરા અને જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ગોધરાના સંયુક્ત ઉપક્રમે તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ ત્રિમંદિર, FCI ગોડાઉનની સામે,અમદાવાદ હાઇવે ,ભામૈયા,ગોધરા ખાતે સવારે ૧૦.૦૦ વાગે “મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજણવીના ભાગ રૂપે મહિલાઓ માટે ખાસ ઔધોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે.જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાની ૧૮ થી ૩૫ વર્ષની મહિલા ઉમેદવારો ભાગ લઇ શકશે.

સદર ભરતી મેળામાં પંચમહાલ અને તેની આજુબાજુના જીલ્લાના નામાંકિત નોકરીદાતા (એમ્પ્લોયર કંપની,સંસ્થા,એજન્સી,કોન્ટ્રાકટર)હાજર રહેનાર છે,જેઓ દ્વારા ભરતી મેળામાં ધો.૧૦ પાસ અથવા નાપાસ,આઈ.ટી.આઈ (ઓલ ટ્રેડ),૧૨ પાસ, ગ્રેજ્યુએટ (ટેકનીકલ –નોન ટેકનીકલ ) વગેરે લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોને ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યાઓ માટે પ્રાથમિક પસદગી કરનાર છે.સદર ભરતી મેળામાં ભાગ લેવા માટે Google Form Link :- https://forms.gle/GMsXLPYjxZNWeQVH9 પર મહિલા ઉમેદવારો રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે.

ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતી મહિલાઓએ તેમના લાયકાત અને સ્કીલના ડોક્યુમેન્ટ તેમજ બાયોડેટા લાવવાના રહેશે.ભરતી મેળાની સાથે જે મહિલાઓને સ્વરોજગાર કે ઘેર બેઠા ઉધોગ કે ધંધો કરવો હોય તેમજ તાલીમ લેવા માંગતી મહિલાઓને વિવિધ લોન સહાય અને તાલીમ સંસ્થાઓ દ્વારા વિના મુલ્યે માર્ગદર્શન અને ફોર્મનું વિતરણ કરવામાં આવશે. ભરતી મેળા અને સ્વરોજગાર શિબિર અંગેની માહિતી માટે રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી એ એલ.ચૌહાણે એક અખબારી યાદીમાં જણાવેલ છે.

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here