Home પંચમહાલ જીલ્લો ગોધરામાં આદિવાસી સમાજ દ્વારા UCC નો પ્રચંડ વિરોધ….

ગોધરામાં આદિવાસી સમાજ દ્વારા UCC નો પ્રચંડ વિરોધ….

156
0

ગોધરામાં આદિવાસી સમાજ દ્વારા UCC (યુનિફોર્મ સિવિલ કોડ) નો પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો.પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ ગામોમાં નિવાસ કરતો આદિવાસી સમાજ આજે ગોધરા કલેકટર કચેરી ખાતે મોટા પાયે એકત્ર થયો હતો અને UCC નાં વિરુદ્ધમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી સમગ્ર દેશના આદિવાસીઓનાં રીત રિવાજો,પરંપરા,ઉતરાધિકાર કાનૂન,તેમજ પ્રાસ સંવિધાન અનુચ્છેદ ૧૩(ક)નાં અનુપાલન,સંવિધાન બનાવવાવાળા દ્વારા સંવેધાનિક વિધિઓ,સંવિધાન પૂર્વ કરાર,સંધી અનુચ્છેદ સંહિતાનાં દેશ ભરના અનુસૂચિત ક્ષેત્ર,અનુસૂચિત જનજાતિ,વિસ્થાપિત અનુસૂચિત જનજાતિ અને પ્રવાસીત આદિવાસીઓ ઉપર UCC લાગુ નાં કરવામાં આવે તેવી માંગ પંચમહાલ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સંવિધાન લાગુ થયા બાદ અનુચ્છેદ 1 થી 4 રાજયક્ષેત્ર વિભાજન પ્રમાણે સામાન્ય રાજ્ય તથા ટ્રાઈબલ એરિયા અંતર્ગત તેમજ કોઈ અન્ય રાજ્યના સ્વતંત્ર આદિવાસી ક્ષેત્રો ની પાંચમી અનુસૂચિત ક્ષેત્ર,આદિવાસી ક્ષેત્રનું નિર્ધારણ કરવામાં આવ્યું છે.દેશમાં લગભગ 500 થી વધુ આદિવાસી સમુદાયને અનુસૂચિત જનજાતિના રૂપમાં અધિસુચિત કરવામાં આવ્યા છે.

ત્યારે સંવિધાનનાં અનુચ્છેદ 244 (1 ) અનુસાર અનુસૂચિત ક્ષેત્રમાં કાર્યપાલક મેજિસ્ટ્રેટની જગ્યાએ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ અપરાધિક ગુન્હાઓમાં સુનાવણી હાથ ધરીને દેશમાં વિવિધ રાજ્યોમાં વિવિધ કાયદાઓ થકી આદિવાસીઓને સંવિધાન વિરૂદ્ધ જેલોમાં ધકેલવામાં આવી રહ્યા છે. જે ખરેખર આદિવાસીઓનાં ન્યાયતંત્ર ની વિરૂદ્ધ ખોટું છે જેનો અમે વિરોધ કરી રહ્યા છે.અનુસૂચિત જનજાતિઓ નાં સ્ટેટસ ઉપર હાલ મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જળ, જમીન,જંગલ,ખનિજ ઉપર ખતરો છે.પાંચમી અનુસૂચિ ઉપર ખતરો છે.ત્યારે સાથે સાથે અનુચ્છેદ ૩૩૪ અનુસાર લોકસભા અને વિધાનસભા માં એમ.પી.,એમ.એલ.એ અનુસૂચિત જનજાતિ આરક્ષણ નું પ્રાવધાન છે.તે પણ એસ.ટી.સ્ટેટસ ખતમ થવામાં અને સાથે આરક્ષણ પણ સમાપ્ત થઈ જશે.માટે એક સમાન નાગરિક સંહિતા UCC માં અનુસૂચિત ક્ષેત્ર ,અનુસૂચિત જનજાતિ,આદિવાસી,વિસ્થાપિત આદિવાસી, પ્રવાસીત આદિવાસી ઉપર આ લાગુ કરવામાં નાં આવે.લોકતંત્ર નો હિસ્સો હોવાના કારણે સંવિધાન નાં ૧૩(૨) અમને હક આપે છે કે આ UCC નો અમે લોકતાંત્રિક રીતે વિરોધ કરીએ છીએ.

ત્યારે આદિવાસી સમુદાય દ્વારા માંગ કરાઇ કે સંવિધાનનાં અનુચ્છેદ 44 અનુસાર રાજ્યની નીતિ નિર્દેશક તત્વ ની બાધ્યતા નહિ હોવાના કારણે તેમજ સંવિધાન પૂર્વ કરાર સંધિ હોવાના કારણે UCC એક સમાન નાગરિક સંહિતા નો સમસ્ત આદિવાસી સમુદાય ઉપર,આદિવાસી ક્ષેત્રોમાં લાગુ કરવામાં નાં આવે.અન્યથા ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આ સંવેધાનિક સંકટ દ્વારા સંજ્ઞાન લેવા ઉપર દેશના સમસ્ત આદિવાસી ક્ષેત્રો નાં વિલય ઉપર વાઇટ પેપર એગ્રીમેન્ટ,સંવિધાન સભા માં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ,સંવિધાન સભા માં આદિવાસી ક્ષેત્રો ની માટે વાદ વિવાદ ,સંવેધાનિક સંકટ ઉત્પન્ન નહિ થઈ જાય તે માટે આ કાળા કાયદા ને આદિવાસીઓ ઉપર લાગુ કરવામાં નાં આવે. ત્યારે પંચમહાલ જિલ્લાનાં ગોધરા કલેકટર કચેરી ખાતે આજે સમસ્ત આદિવાસી સમુદાય આદિવાસી સામાજિક એકટીવિસ્ટ  પ્રવીણ પારગી નાં આગેવાની હેઠળ  UCC નાં વિરોધમાં પ્રચંડ નારાઓ સાથે જોડાયું હતું અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી UCC આદિવાસી સમુદાય ઉપર લાગુ નાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here