હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે, જગતનો તાત પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે, હવામાન વિભાગ ખેડૂતોને રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત મેધરાજાનું જોર વધશે. જો કે, હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન્ હોવાથી સામાન્ય વરસાદનો વર્તારો દેખાઈ રહ્યો છે. જેને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટછવાયો વરસાદ પડે તેવા સંજોગો જોવામળી રહ્યા છે. ત્યારે આજથી સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ વરસાદ માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ પડી શકે છે. ખેડૂતોની પણ આતુરતાનો અંત આવી શકે છે. ત્યારે, વરસાદના ફરી આગમનના સમાચારથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.