Home રાજ્ય ગુજરાતમાં જળબંબાકાર વરસાદની આગાહી …. જાણો તમારા જિલ્લામાં કેવો રહેશે વરસાદ …?

ગુજરાતમાં જળબંબાકાર વરસાદની આગાહી …. જાણો તમારા જિલ્લામાં કેવો રહેશે વરસાદ …?

107
0

રાજ્યમાં અઠવાડિયાના પહેલા દિવસે સોમવારથી જ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. તેમ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાત કરીએ ગત શનિવારથી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. માત્ર ગુજરાત જ નહિ, અડધો દેશ પાણીમાં ગરકાવ છે. દેશનાં 8 રાજ્યોમાં અતિ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાએ જમીન ધસી ગઈ છે. તો પંજાબના ચંડીગઢમાં વાહનો પાણીમાં ગરકાવ થયા છે.આ સાથે જ આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ સોમવારે જ પાંચથી છ ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ માહિતી આપી કે, આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. જેમાં ખાસ બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ત્યારે 10 જુલાઇ એ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ તૂટી પડશે. પરંતું 11 તારીખ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. બાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

વાત કરીએ તો આ સપ્તાહમાં 10 જુલાઇએ બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી કચ્છમાં અતિભારે વરસાદ આવશે. તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, ભરૂચ, સુરત, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. ત્યારે 11 જુલાઇ એ આણંદ, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ 12 તારીખે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી દર્શાવાઇ છે.

  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી મેઘમંડાણ થયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદે ફરી ઘમરોળી નાંખ્યું છે. નદીઓમાં ફરી પૂર આવ્યા છે. જળાશયો છલકાયા છે. ઘણી જગ્યાએ લોકોની હાલાકી પણ વધી છે. ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પાટણના સાતલપુરમાં 6.5 ઇંચ વરસ્યો છે. રાજકોટના કોટડાસાંગાણી અને ગાંધીનગર જિલ્લાના માણસામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત તાલુકામાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ છે. તો રાજ્યના 20 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. 49 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. આમ, સવારથી રાજ્યના 111 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here