Home ક્ચ્છ ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા સ્વસ્થ સમર્થ અને આત્મનિર્ભરની સરાહનીય પહેલ

ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા સ્વસ્થ સમર્થ અને આત્મનિર્ભરની સરાહનીય પહેલ

149
0
કચ્છ : 14 ફેબ્રુઆરી

વિધાનસભાના અધ્યક્ષના હસ્તે મુસ્કુરાહટના લોગો સાથેની ૧૦૦ જેટલા બાળકોને સ્કિલ ડેવલોપમેન્ટની તાલીમ આપીને ટાઈ ડાઇથી રંગેલી ચાદર અને માસ્કનું વિતરણ કરાયું.

ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત સ્કિલ ડેવલોપમેન્ટ તેમજ કોરોના કાળમાં મુસ્કુરાહટ લાવવાનું કાર્ય તેમજ જોશ અને જાગૃતિમાંનું કાર્ય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ તેમજ જીવન ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રવિવારે વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યની માનવ સેવા સંસ્થાન ખાતે તેમની ઉપસ્થિતિમાં ૧૦૦ જેટલા બાળકોને મુસ્કુરાહટના લોગો સાથેની ટાઈ ડાઇ થી રંગેલી ચાદરો આપવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી અંજલિ સિંહ અને સ્મિતા સિંહ દ્વારા સંચાલિત મુસ્કુરાહાટ સંસ્થા દ્વારા સમાજમાં સ્મિત ફેલાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. અને વંચિત સમાજને જીવનની નવી ઉંચાઈઓ પર લઇ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે વર્ષોથી સમાજના નિ:સહાય બાળકોને હૂંફ પુરી પાડી સમાજના મુખ્ય પ્રવાહમાં વિના મુલ્યે સ્વખર્ચે વિકાસ નું યોગદાન આપવામાં આવી રહ્યું છે.

આજે પણ એજ ગતિએ મુસ્કુરાહટે ગાંધીધામ ખાતેના ડો. નીમાબેન આચાર્ય માનવ સેવા સંસ્થાનમાં ઉપસ્થિત રહીને બાળકોને ટાઈ એન્ડ ડાઈ બિઝનેસ કૌશલ્ય બનાવવાની દિશામાં આત્મનિર્ભરતા શીખવી હતી અને સાથે ગીત-સંગીતથી તેમનું મનોરંજન કર્યું હતું. કોરોના પ્રત્યે જાગૃતિ ફેલાવતા, બાળકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અને તેનાથી બચવા માટેની સમજ આપવામાં આવી હતી તેમજ વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યના હસ્તે અંજલિ સિંઘ દ્વારા “સ્માઈલ” લોગો સાથે બાંધેલી અને રંગેલી ચાદર ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવી હતી. અને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે મુસ્કુરાહટ સંસ્થા સમાજમાં ખુબ જ સારું કાર્ય કરી રહી છે આજે અમારી સાથે ૧૦૦ જેટલા બાળકોને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિચારને અનુસરીને ૧૦૦ જેટલા બાળકોને ટાઈ એન્ડ ડાઇ ડિઝાઇનિંગ શીખવાડી કૌશલ્ય બહાર લાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે આ પ્રસંગે સમાજના અગ્રણી અને જાગૃત સામાજિક કાર્યકર ડો.ભાવેશ આચાર્ય, સપના ગુપ્તા, અક્ષિતા, સ્મિતાસિંઘ, રચના વસાવ, મધુફતનાની, ભરત ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here