કચ્છ: 26 જાન્યુઆરી
1971 ના યુદ્ધમાં ભુજ ના હવાઈ મથકે એક બાજુ બૉમ્બ મારો થતો હતો અને બીજી તરફ માધાપર ગામની વિરાગના બહેનોએ રાતોરાત રન વે તૈયાર કર્યું હતું. આ રનવેમાં ભુજ તાલુકાના માધાપર ગામના હીરૂબેન જાદવજી ભુડીયા એ પણ રનવે તૈયાર કરવામાં તેમનો સિંહ ફાળો રહ્યો હતો. હીરૂબેન જાદવજી ભુડિયાનો પરિવાર હાલમાં વિદેશ વસવાટ કરે છે ત્યારે હાલમાં હીરૂબેન પણ પોતાના પરિવાર સાથે ઇંગ્લેન્ડની ધરતી પર એટલે કે લંડન ખાતે વસવાટ કરે છે
26 જાન્યુઆરી પર્વ કઈ રીતે ભુલાય તેવો દેશભાવના કેળવીને 26મી જાન્યુઆરીના દિવસે લંડન ખાતે ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને માનભેર સલામી આપી હતી. હીરૂબેન જાદવજી ભુડીયાએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતનો નાગરિક કોઈપણ જગ્યાએ હોય પણ ભારતની એ રાષ્ટ્રભાવના ભૂલવી ન જોઈએ આપણે આઝાદી ભારતે અપાવી છે ત્યારે ભારતની ભૂમિ એ શૂરવીરોની ભૂમિ છે આ ભારતને કઈ રીતે ભુલાય હું ભલે અહીં વિદેશ છું પરંતુ ભારતને ક્યારેય પણ ન ભૂલી શકું
.
હીરુબેન જાદવજી ભુડિયાનો પરિવાર પણ હંમેશા દેશભાવના પ્રત્યે આગળ રહે છે
તેઓના પુત્રી પ્રેમીલાબેન ના જણાવ્યા પ્રમાણે તેમની માતાએ 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં રાતોરાત રન વે બનાવ્યું હતું ત્યારે તેઓના પરિવારને પણ ગૌરવ છે કે તેમની માતાએ આ દેશભાવનામાં ભાગ ભજવ્યો હતો આજે માનભેર તેઓ ગૌરવ અનુભવે છે
હીરૂબેન જાદવજી ભુડીયા 26મી જાન્યુઆરીના દિવસે લંડન ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો આ ઉપરાંત ભારતે કઈ રીતે આઝાદી મેળવી હતી તે અંગે લોકોને પણ જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ લોકોને રાષ્ટ્રધ્વજ માંનભેર અર્પણ કર્યા હતા આ કામગીરીને અનેક લોકોએ બિરદાવી હતી
ઉલ્લેખનીય એ છે કે 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, હવે આવા સંજોગો વાયુસેના અન્ય મોરચો ખુવારી બચાવે કે બાંધકામ કરે, આવા મહામુલા કામમાં માધાપરની મહિલાઓ ચાલુ બોમ્બમારાની વચ્ચે જોડાઇ અને બે દિવસ-રાત મહેનત કરીને એરસ્ટ્રિપ તૈયાર કરીને પછી વાયુસેનાએ મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો.
ઇતિહાસમાં ઓછી જાણીતી એવી આ બહાદુરીની આ ઘટનાના એક અઠવાડિયામાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી. આવી વિરાંગનાઓની કહાની ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ 1971 રિલીઝ થઇ હતી અદુભૂત શૌર્યગાથાનો એજ જુસ્સો અને હિંમત આજે પણ વિરાગનાઓમાં જોવા મળી રહ્યો છે. આ રોમાંચક ઘટનાની સાક્ષી એવી મહિલાએ વીરતાની કહાની જણાવી હતી
વર્ષ 1971ની આઠમી અને નવમી ડિસેમ્બરે ભુજમા પાકિસ્તાન સેનાએ ચાર વાર હુમલો કર્યો અને તેના કારણે હવાઇ પટ્ટી-રનવેને મોટે પાયે નુકશાન થયુ હતુ. હવે રન વે વિના ફાયટર પ્લેનને ઉડવું મુશ્કેલ થઇ ગયુ હતુ અને તેવા સમયે એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે સમયસુચકતા વાપરીને સ્થાનિક લોકોની મદદ લેવાનું નક્કી કરીને, ભુજમાં કલેકટરનો સંપર્ક કર્યો હતો. કલેકટરે માધાપર ગામના સરપંચને વાત કરી અને ગણતરીની મીનીટોમાં નાગરિકો મદદે આવી ગયા તેમાં રનવે રીપેરીંગ કામ મહિલાઓને સોંપવામાં આવ્યું.
બોમ્બમારા વચ્ચે કામે લાગેલી મહિલાઓની શૌર્યગાથા
માધાપરના નવાવાસમાં રહેતા 75 વર્ષીય મહિલા કાનબાઈ હીરાણી,હિરુબેન ભુડિયા જેવા અનેક મહિલા 1971ના ભુજના એરપોર્ટ માટે રનવે તૈયાર કરનારા મહિલાઓ પૈકીના છે. વાયુસેના માટે અત્યંત મહત્વના એવા રનવે રીપેરીંગ કરવા જતાં પરિવારજનોની ચિંતા કરવા કરતાં મરીશું, તો દેશમાટે અમર થઇશુ, એવી દેશદાઝની ભાવના સાથે કામે લાગેલા હતા
યુદ્ધના દિવસો પસાર થઈ રહ્યા હતા તેમાં કચ્છ સરહદી વિસ્તાર હોવાથી હુમલાનો ભય વિશેષ હતો એ સમય દરમ્યાન રાત્રીએ લાઈટ તો શું કોઈ દીવો પણ ના પ્રગટાવી શકતા. ત્યારે ખબર પડી કે પાકિસ્તાનના પ્લેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં એરપોર્ટ અને તેનો માર્ગ બોમ્બમારામાં તોડી પાડવામાં આવ્યો છે.તેમ છતાં જીવના જોખમે રનવે તૈયાર કર્યો હતો
આ મહિલાઓને ખરેખર વંદન