હાલના સમયમાં ગુજરાતીઓને વિદેશમાં જવાનો ક્રેઝ છે. એમાંય મોટાભાગે ગુજરાતીઓ કેનેડા જવાનું વધુ પસંદ કરતા હોય છે. જ્યાં ક્યાંકને ક્યાંક યુવાનોને કેનેડામાં જઇ કંઇ ભૂલ કરતાં હોય તેમ યુવકોનો જીવ જોખમમાં મુકાતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 20 વર્ષીય યુવકનો કેનેડામાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે પંથરમાં ચકચાર મચી જવા પામી છે.
કેનેડાના મેનિટોબા પ્રોવિન્સના બ્રેન્ડન સિટીમાં રહેતા ગુજરાતી યુવક વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય ૧૫ જૂનની રાત્રે ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો, તેના ગુમ થવાની ફરિયાદ ૧૬ જૂનના રોજ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરતાં વિષય છેલ્લે શહેરના ડિસ્કવરી સેન્ટર એરિયામાં જોવા મળ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ વિસ્તારમાંથી પસાર થતી નદીમાં પણ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન 18 જૂનના રોજ વિષયના પરિવારના સભ્યોને અસિનેબોઈન નદી પર આવેલા હાઈવે 110 બ્રિજ નજીકથી વિષયના કપડાં મળી આવ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન ચલાવતા આખરે નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, પોલીસે આ મૃતદેહ કોનો છે તે અંગે કોઈ જાણકારી હજુ સુધી જાહેર નથી કરી. પોલીસે જોકે આ કેસમાં મૃતકની હત્યા કરાઈ હોવાની શક્યતાને નકારી દીધી છે. ત્યારે મૃતક વિષય પટેલની ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી, તે ૧૫મી જૂને રાત્રે પોતાના ઘરેથી ગ્રે કલરની હોન્ડા સિવિક કાર લઈને નીકળ્યો હતો. વિષયે ત્યારે બ્લેક કલરનાં ટી-શર્ટ અને સ્લેટ પેન્ટ્સ પહેર્યાં હતાં. જોકે, તે જે કાર લઈને ઘરેથી નીકળ્યો હતો તે કાર ૧૬મી જુલાઈએ સાંજે એક મોલના પાર્કિંગ લોટમાંથી મળી આવી હતી. જોકે, છેલ્લા ત્રણ મહિનામાં કેનેડામાં નદીમાં ડૂબવાથી આ ત્રીજા યુવકનું મોત થયું છે. આ પહેલા આવા જ જે બે કેસ બન્યા હતા તેમાં પણ મોતનું સાચું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.