Home રાજકોટ કુળને ઉજાગર કરવાની રાહમાં પરિવારમાં અંધારુ છવાયું ….. , રાજકોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું...

કુળને ઉજાગર કરવાની રાહમાં પરિવારમાં અંધારુ છવાયું ….. , રાજકોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત…

100
0

રાજ્યમાં હાર્ટ અટેકથી મોત થવાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે. રાજકોટમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં 28 વર્ષીય યુવાનનું મોત થયું છે. કલ્પેશ પ્રજાપતિ નામના યુવાનનું એકાએક હૃદય બેસી ગયું. કલ્પેશ VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૂળ તાપી જિલ્લાનો યુવક રાજકોટ અભ્યાસ અર્થે રહેતો હતો. ત્યારે તેના અચાનક મોતથી કોલેજમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. મૂળ તાપીના અને રાજકોટમાં રહીને અભ્યાસ કરતા કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કલ્પેશ પ્રજાપતિ VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે મૂળ તાપી જિલ્લાનો રહેવાસી હતો અને રાજકોટમાં અભ્યાસ અર્થે રહેતો હતો. તે આર્કિટેક્ચરના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના વિશે તેના મિત્ર ફૈઝ દલવાણીએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે કોલેજથી છુટી રહ્યો હતો એ દરમિયાન કલ્પેશના છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે પહોંચે તે પહેલા જ કલ્પેશનો જીવ ગયો હતો. તેના મોતના સમચાર મળતા જ અન્ય વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. કલ્પેશ પ્રજાપતિના પિતા વ્યારાના બાજીપુરા ગામમાં કરિયાણાની દુકાન ધરાવે છે. કલ્પેશ પ્રજાપતિ પરિવારમાં માતા પિતા અને એક મોટા બહેન છે. તેના મોતથી મધ્યમ વર્ગીય પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. VVP એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here