Home કાલોલ કાલોલ શહેરના ભરચક વિસ્તારમાં રહેતા નિવૃત્ત કર્મચારીના ઘરમાં ઘુસી છરો બતાવીને બે...

કાલોલ શહેરના ભરચક વિસ્તારમાં રહેતા નિવૃત્ત કર્મચારીના ઘરમાં ઘુસી છરો બતાવીને બે ઈસમો કરી ઉઘાડી લુંટ

155
0

કાલોલ : 3 જાન્યુઆરી


લુંટ કરીને નાસવા જતા બન્ને ઈસમોને પડોશીઓએ પકડીને પોલીસને હવાલે કર્યા

કાલોલ શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારના પુંજી ફળિયાના મકાનમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીના ઘરમાં સોમવારની રાત્રીના સુમારે બે ઈસમોએ ઘરમાં ઘુસીને ચાકુ બતાવી પતિપત્નીને બાનમાં રાખી ઘરની તિજોરીમાંથી રૂ. ૧૨ હજારની લુંટ કરીને નાસી જતા સમયે બુમાબુમ કરતા આસપાસના પડોશીઓએ બન્ને ઈસમોને પોલીસને હવાલે કરી દેવાની ઘટનાએ ચકચાર જગાવી છે.

જે સમગ્ર ઘટના અંગે નિવૃત્ત કર્મચારીએ નોંધાવેલી ફરિયાદની વિગતો અનુસાર શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારના પુંજી ફળિયામાં આવેલા ‌એક સગાના બે માળના મકાનમાં ઉપલા માળે‌ તેમની પત્ની સાથે રહેતા પ્રકાશભાઈ શિવશંકર પંડ્યાના ઘરમાં સોમવારે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા ઈસમોએ દરવાજો ખટખટાવતા ફરિયાદીએ દરવાજો ખોલતા જ બહારના બે ઈસમોએ એકદમ ઘરમાં ઘુસીને આધેડ વયના પતિપત્નીને છરો બતાવી બુમાબુમ કરી છે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાં જે કંઈ હોય એ કાઢી આપવાની વાત કરતા પતિએ તિજોરીની ચાવી આપી હતી જેથી બન્નેએ તિજોરી ખોલી અંદર મુકેલા રૂપિયા બાર હજારની રોકડ રકમની લુંટ કરી હતી તદ્ઉપરાંત પત્ની પાસેથી ઘરેણાં કાઢી આપવાની વાત કરતા પત્નીએ બુમાબુમ કરતા બન્ને ઈસમો નાશી છુટવા માટે બહાર નીકળી ગયા હતા.

એ સમયે પત્નીની બુમરાણથી નીચે રહેતા ચાર પાંચ ભાડુઆતી જુવાનીયાઓએ ભાગી જતા બન્ને ઈસમો સાથે ઝપાઝપી કરીને ભારે જહેમતને અંતે પકડી લીધા હતા અને શહેર પોલીસને જાણ કરી બન્ને ઈસમોને સોંપી દીધા હતા જ્યાં ઘટના સ્થળેથી બન્ને તેમની જે મોટરસાયકલ લઈને આવ્યા હતા એ મોટરસાયકલ પણ કબ્જે કરી હતી. લૂંટ કરતા ઝડપાયેલા બન્ને ઈસમોની પુછપરછ કરતા ૧) મોઇન ઉર્ફે ઝફર ઉમર કાજુ (જરોદીયા) રહે.કાલોલ અને રજનીભાઇ મોહનભાઇ ભોઇ (રહે.ભુરાવાવ, ઉત્તમનગરની સામે, ગોધરા) એમ બન્ને ઈસમોની અટકાયત કરી લુંટના ગુના હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here