પંચમહાલ, કાલોલ : ૨૨/ફેબ્રુઆરી/૨૦૨૩
કાલોલ પોલીસે ગેરકાયદે વહન કરી જતી ડોલોમાઇડ પાવડરની ટ્રક ઝડપી, ૮,૭૮,૦૦૦નો મુદામાલ કબ્જે:
મામલતદાર કચેરીએ રેતી ભરેલું ટ્રેકટર ઝડપ્યું
કાલોલ પોલીસને બુધવારે પેટ્રોલીંગ દરમ્યાન સવારે નવ વાગ્યના સુમારે એમ.જી.એસ હાઈસ્કૂલના ગરનાળા પાસેથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રક કાલોલ જી.આઇ.ડી.સી તરફ જતી હોય તેને રોકીને ટ્રકમાં ભરેલ માલ બાબતેના આધાર પુરાવા તથા બીલ તથા ગાડીના કાગળો બાબતે પુછપરછ કરતા ડ્રાઈવરે પોતાની પાસે કોઈ કાગળો નહી હોવાનુ જણાવેલ જેથી ટ્રકની અંદર ભરેલ થેલીઓમાં તપાસ કરતા કોઈ પણ માર્કા વિનાની થેલીઓમાં ડોલોમાઇડ પાવડર ભરેલ હોય જેની ગણતરી કરી જોતા ટ્રકની અંદર કુલ આશરે ૭૮૦ થેલીઓ ભરેલ છે. જે એક થેલીનુ આશરે વજન ૫૦ કિ.ગ્રા. જેટલુ છે. જે ૭૮૦ થેલીઓનુ કુલ આશરે વજન ૩૯૦૦૦ કિ.ગ્રા ભરેલી હતી. જે માલ ક્યાંથી ભરેલ છે તે બાબતે ડ્રાઇવરને પુછતા ટ્રક ડ્રાઈવરે રાજસ્થાન બાસવાડા ખાતે આવેલી પીપરવા પંચમહાલ ટ્રાન્સફર કંપનીના માલિક કમલેશભાઇનાઓએ ભરાવેલ હોવાનું જણાવી બાસવાડાથી કાલોલ જી.આઇ.ડી.સી ખાતે આવેલ ઓવન બિલ્ડીંગ પ્રોડક્ટ પ્રા.લી.મી કંપની ખાતે ખાલી કરવાની હોવાનું જણાવ્યું હતું. જે પાવડર એક કિ.ગ્રાનો ભાવ આશરે રૂ.ર લેખે ગણતા અંદાજીત કુલ.રૂ.૭૮,૦૦૦ તેમજ ટ્રકની કિ.રૂ.૮,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૮,૭૮,૦૦૦નો રોયલ્ટી પાસ કે પરવાના વિનાનો મુદામાલ કબ્જે કર્યો હતો. તદ્ઉપરાંત પોલીસે ટ્રકના આર.સી.બુક તથા પરમીટ તથા લાયસન્સ વગર હેરાફેરી કરતા મળી આવતા પંચકયાસને આધારે ટ્રક ચાલકના કબ્જાનો ટ્રક સહિતના માલને સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબ ગુનો નોંધી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી તરફ કાલોલ મામલતદાર કચેરીની ટીમે પણ બુધવારે મલાવ ચોકડી ખાતેથી રોયલ્ટી કે પરવાના વિના ગેરકાયદે રેતી ભરીને વહન કરી જતું એક ટેક્ટર ઝડપીને કચેરી ખાતે કબજે કર્યું હતું જેની દંડનીય કાર્યવાહી માટે જિલ્લા ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.
અહેવાલ મયુર પટેલ કાલોલ