Home કાલોલ કાલોલ તાલુકાના વ્યાસડા ગામમાં હિંસક બનેલા દિપડાનો આતંક વધી રહ્યો છે: વધુ...

કાલોલ તાલુકાના વ્યાસડા ગામમાં હિંસક બનેલા દિપડાનો આતંક વધી રહ્યો છે: વધુ એક ભેંસના બચ્ચાનો શિકાર

141
0

કાલોલ : 4 જાન્યુઆરી


ત્રણ મહિનામાં પાંચ ગાય-ભેંસના બચ્ચાઓનો ભોગ લીધો છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી

કાલોલ તાલુકાના વ્યાસડા ગામમાં હિંસક બનેલા એક દિપડાએ આતંક મચાવતા વધુ એક ભેંસના બચ્ચાનો શિકાર કરીને પાછલા ત્રણ સપ્તાહમાં ત્રણ ગૌવંશ અને બે ભેંસના બચ્ચાઓનો શિકાર કરતા ભયનો માહોલ છવાયો છે. કાલોલ તાલુકાના પુર્વ વિસ્તારની ગોમા નદીના કાંઠા વિસ્તાર સંલગ્ન અડાદરાથી વ્યાસડા ગામના સીમમાં આવેલા ડુંગરીયાળ વિસ્તારમાં વર્ષોથી છુટાછવાયા દિપડાઓ વસવાટ કરે છે પરંતુ મોટા ભાગે હિંસક દિપડાઓનો સામનો કરવાનો પ્રસંગો ઓછા ઘટે છે.

પરંતુ પાછલા બે ત્રણ મહિનાઓથી એક હિંસક બનેલા દિપડાએ પાંચ પશુપાલકોના પશુ બચ્ચાઓનો શિકાર કરીને ભારે હાહાકાર મચાવ્યો છે, જે મધ્યે મંગળવારે રાત્રે વ્યાસડા ગામના હરિસિંહ ચંદ્રસિંહ ઠાકોરના પાંચ માસના ભેંસના બચ્ચાનો શિકાર કરીને સીમમાં બે ત્રણ કીમી સુધી ઘસડી જઈને મારણ કર્યું હતું જે ઘટના અંગે પાડું નહીં મળતા શોધખોળ કરતા કોતર વિસ્તારના એક કુવા પાસેથી મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે ઘટનાની વેજલપુર વનવિભાગને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને પંચકયાસ કર્યો હતો. પરંતુ પાછલા ત્રણ ચાર મહિનાથી દિપડાના રંજાડ અંગે પશુપાલકોએ બેફિકર બનેલા વેજલપુર સ્થિત વનવિભાગ સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને હિંસક બનેલા દિપડાને પાંજરે પુરવા માટે પાંજરૂ ગોઠવવાની લોકમાંગ કરી છે.

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here