Home કાલોલ કાલોલ તાલુકાના વેજલપુરમાં પોતાના મકાનમાં એકલવાયું જીવન ગુજારતા ૭૭ વર્ષિય જૈન વૃદ્ધાની...

કાલોલ તાલુકાના વેજલપુરમાં પોતાના મકાનમાં એકલવાયું જીવન ગુજારતા ૭૭ વર્ષિય જૈન વૃદ્ધાની બંધક હાલતમાં લાશ મળી આવતા ચકચાર

177
0

કાલોલ : 4 ડિસેમ્બર


કાલોલ તાલુકાના વેજલપુરના ઓઢવજી ફળિયાના એક મકાનમાં એકલવાયું જીવન ગુજારતા ૭૭ વર્ષિય જૈન વૃદ્ધાને બન્ને હાથોએ પાછળથી બંધક બનાવાયેલ હાલતમાં લાશ મળી આવતા વેજલપુરમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક વૃદ્ધાના બન્ને હાથ પાછળથી બાંધેલી હાલતમાં જોવા મળતા કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અગમ્યકારણોસર ઘરમાં ઘુસીને માજીને બંધક બનાવી મોતને ઘાટ ઉતારી દેવાની શંકાકુશંકાને પગલે વેજલપુર પોલીસે એફએસએલ અને ડોગ સ્કોવડની મદદથી તપાસ હાથ ધરી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદની વિગતો અનુસાર વેજલપુરના ઓઢવજી ફળિયામાં રહેતા મિનાક્ષીબેન મોદી ત્રણ વર્ષ પહેલા તેમના પતિના અવસાન પછી એકલવાયું જીવન ગુજારતા હતા જ્યારે તેમની ત્રણ દિકરીઓ અને એક પુત્ર તેઓના પરિવારજનો સાથે ગોધરા રહેતા હતા પરંતુ ૭૭ વર્ષિય મિનાક્ષીબેન મોદી ત્રણ વર્ષ વેજલપુરમાં પોતાના મકાનમાં એકલવાયું જીવન જીવતા હતા.

મૃતક મીનાક્ષીબેન
મૃતક મીનાક્ષીબેન

જે મિનાક્ષીબેન મોદી રોજ સવારે છ વાગ્યાની આસપાસ નજીક જૈન મંદિર પુજા અર્ચના કરી પોતાને ઘેર આવીને જાતે જ ભોજન બનાવી લેતા હતા પરંતુ શનિવારે સવારે છ વાગ્યે મિનાક્ષીબેન મોદી જૈન મંદિરે નહીં આવતા તેમના પરિચિત જ્યોતિબેન ગાંધીએ માજીના મોબાઇલ પર ફોન કર્યો હતો પરંતુ ઉઠાવ્યો નહતો જેથી માજીના પડોશીને ફોન કરીને તપાસ કરવાનું જણાવી પડોશીએ મકાન બહારથી બુમો પાડવા છતાં કોઈ પ્રતિસાદ નહીં મળતા છેવટે મકાનમાં જઈને તપાસ કરતા મકાનમાં બેઠકરૂમના હિંચકાની બાજુમાં સફેદ કપડાં વડે બન્ને હાથોએ પાછળથી બાંધેલી હાલતમાં મિનાક્ષીબેન મોદી મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જે સમગ્ર ઘટના અંગે પડોશી અને પરિચિતોએ‌ તેમના ગોધરા ખાતે રહેતા પુત્ર અને સ્થાનિક વેજલપુર પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વેજલપુર પોલીસે પ્રાથમિક નજરે એકલવાયું જીવન ગુજારતા ૭૭ વર્ષિય જૈન વૃદ્ધાને વહેલી સવારે ૬:૩૦ પહેલાના સમયમાં કોઈ અજાણ્યા શખ્સે કે શખ્સોએ ઘરમાં ઘુસીને કોઈ અગમ્યકારણોસર માજીને બંધક બનાવી મોતને ઘાટ ઉતારી દેવાની આશંકાએ વધુ તપાસ માટે એફએસએલ અને ડોગ સ્કોવડની પણ ‌મદદ લઈને માજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આમ‌ ડોગ સ્કોવડ, એફએસએલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે પોલીસ મોતના અંજામને આધારે વેજલપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.કાલોલ તાલુકાના વેજલપુરના ઓઢવજી ફળિયાના એક મકાનમાં એકલવાયું જીવન ગુજારતા ૭૭ વર્ષિય જૈન વૃદ્ધાને બન્ને હાથોએ પાછળથી બંધક બનાવાયેલ હાલતમાં લાશ મળી આવતા વેજલપુરમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક વૃદ્ધાના બન્ને હાથ પાછળથી બાંધેલી હાલતમાં જોવા મળતા કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અગમ્યકારણોસર ઘરમાં ઘુસીને માજીને બંધક બનાવી મોતને ઘાટ ઉતારી દેવાની શંકાકુશંકાને પગલે વેજલપુર પોલીસે એફએસએલ અને ડોગ સ્કોવડની મદદથી તપાસ હાથ ધરી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદની વિગતો અનુસાર વેજલપુરના ઓઢવજી ફળિયામાં રહેતા મિનાક્ષીબેન મોદી ત્રણ વર્ષ પહેલા તેમના પતિના અવસાન પછી એકલવાયું જીવન ગુજારતા હતા જ્યારે તેમની ત્રણ દિકરીઓ અને એક પુત્ર તેઓના પરિવારજનો સાથે ગોધરા રહેતા હતા પરંતુ ૭૭ વર્ષિય મિનાક્ષીબેન મોદી ત્રણ વર્ષ વેજલપુરમાં પોતાના મકાનમાં એકલવાયું જીવન જીવતા હતા.

પોલીસ કાર્યવાહી
પોલીસ કાર્યવાહી

જે મિનાક્ષીબેન મોદી રોજ સવારે છ વાગ્યાની આસપાસ નજીક જૈન મંદિર પુજા અર્ચના કરી પોતાને ઘેર આવીને જાતે જ ભોજન બનાવી લેતા હતા પરંતુ શનિવારે સવારે છ વાગ્યે મિનાક્ષીબેન મોદી જૈન મંદિરે નહીં આવતા તેમના પરિચિત જ્યોતિબેન ગાંધીએ માજીના મોબાઇલ પર ફોન કર્યો હતો પરંતુ ઉઠાવ્યો નહતો જેથી માજીના પડોશીને ફોન કરીને તપાસ કરવાનું જણાવી પડોશીએ મકાન બહારથી બુમો પાડવા છતાં કોઈ પ્રતિસાદ નહીં મળતા છેવટે મકાનમાં જઈને તપાસ કરતા મકાનમાં બેઠકરૂમના હિંચકાની બાજુમાં સફેદ કપડાં વડે બન્ને હાથોએ પાછળથી બાંધેલી હાલતમાં મિનાક્ષીબેન મોદી મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જે સમગ્ર ઘટના અંગે પડોશી અને પરિચિતોએ‌ તેમના ગોધરા ખાતે રહેતા પુત્ર અને સ્થાનિક વેજલપુર પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વેજલપુર પોલીસે પ્રાથમિક નજરે એકલવાયું જીવન ગુજારતા ૭૭ વર્ષિય જૈન વૃદ્ધાને વહેલી સવારે ૬:૩૦ પહેલાના સમયમાં કોઈ અજાણ્યા શખ્સે કે શખ્સોએ ઘરમાં ઘુસીને કોઈ અગમ્યકારણોસર માજીને બંધક બનાવી મોતને ઘાટ ઉતારી દેવાની આશંકાએ વધુ તપાસ માટે એફએસએલ અને ડોગ સ્કોવડની પણ ‌મદદ લઈને માજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આમ‌ ડોગ સ્કોવડ, એફએસએલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે પોલીસ મોતના અંજામને આધારે વેજલપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here