Home કાલોલ કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામના મોહનસિંહ ડાભઇસિંહ પરમાર (ઉ‌.વ,૧૧૫)ની વયે મતદાન મથક...

કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામના મોહનસિંહ ડાભઇસિંહ પરમાર (ઉ‌.વ,૧૧૫)ની વયે મતદાન મથક સુધી આવીને મતદાન કર્યું

130
0

કાલોલ: 5 ડિસેમ્બર


કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામના મોહનસિંહ ડાભઇસિંહ પરમાર (ઉ‌.વ,૧૧૫)ની વયે પણ સ્વસ્થ રીતે તેમના ઘરેથી મતદાન મથક સુધી આવીને મતદાન કર્યું હતું. અત્રે ચૂંટણીકાર્ડના પુરાવા અનુસાર મોહનસિંહ દાદાની જન્મતારીખ ૨૬/૧૧/૧૯૦૮ મુજબ ૨૬/૧૧/૨૦૨૨ના રોજ ૧૧૪ પુરા કર્યા છે તેમ છતાં તેમની આંખો સહિત સમગ્ર અંગો સ્વસ્થ હોવાથી ગામની પ્રાથમિક શાળા સ્થિત બુથ નંબર ૧૦૭ની મતકુટીરમાં જાતે મતદાન કર્યું હતું. મોહનસિંહ દાદાને નવ સંતાનો પૈકી (ચાર દિકરીઓ અને એક પુત્ર) પાંચ સંતાનો હજુ હયાત છે, જેમાં પુત્રીની ઉંમર ૮૫ વર્ષની છે જ્યારે તેમના સૌથી નાના એવા ૬૩ વર્ષિય પુત્રના જણાવ્યા મુજબ દાદાએ દેશ અને ગુજરાતની તમામ ચુંટણીઓમાં મતદાન કરીને વરિષ્ઠ મતદાર હોવાનું ગૌરવ વધાર્યું છે.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here