કાલોલ : 13 જાન્યુઆરી
શુક્રવારના રોજ જીલ્લા ટ્રાફીક પોલીસ અને કાલોલ પોલીસ દ્વારા ધ એમ જી એસ હાઇસ્કુલ ખાતે ટ્રાફીક જાગૃતિ લાવવા માટે નો કાર્યક્રમ યોજાયો જેમાં કાલોલ પીએસઆઈ એન આર રાઠોડ તથા જીલ્લા ટ્રાફીક શાખા માથી મછાર તથા કાલોલ પોલીસ સ્ટેશનના ટ્રાફીક શાખા નાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા પોલીસે માર્ગ સુરક્ષા નાં નિયમો અને વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો નું પાલન કરવા, તથા લાયસન્સ વગર વાહન ન ચલાવવા, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા તથા લાયસન્સ, પિયુસી જેવા સર્ટીફીકેટ રાખવા ની અપીલ કરી હતી ઓવર સ્પીડે વાહન ન ચલાવવા ત્રણ રસ્તા, ચાર રસ્તા નાં સિગ્નલ પર વાહન રોકી ટ્રાફીક પોલીસ ને સહકાર આપવા અપીલ કરી.




















