કાલોલ : 11 જાન્યુઆરી
કાલોલ તાલુકાના કાતોલ ગામે પંચમહાલ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાની પ્રથમ રાત્રી સભા યોજાઈ.જેમાં કાલોલ તાલુકાના જુદા જુદા ગામના નાગરિકો દ્વારા કલેકટર સાથે સીધો સંવાદ કરી રજૂઆતો કરી હતી ત્યારબાદ કાલોલનો બહુ ચર્ચિત મુદ્દો બોરું ટર્નીગ એક્સિડન્ટ ઝોન રોડની કલેક્ટર સમક્ષ રજૂઆત કરી યોગ્ય નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી હતી.આ રાત્રી સભામાં સરકારી વિભાગના અધિકારીઓએ સરકારની વિવિધ યોજનાઓ અને તેનાં લાભ કેવી રીતે લઈ શકાય તેની વિસ્તૃત માહીતી આપી નાગરિકોને માહિતગાર કર્યા હતા.
આ કાર્યકમમાં કાલોલના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં