કરમસદ:૭ જાન્યુઆરી
કરમસદ શહેરના ખાતેના ગાના રોડ પરના વેદાંત ફાર્મ માં સાપ ફાર્મ હાઉસના કોટેજ ના કાચ ના દરવાજા માં ફસાયો હોવાની માહિતી સામે આવી હતી . આ સાપને કારણે લોકોમાં ભય ફેલાયો હતો . તેમણે તુરંત નેચર હેલ્પ ફાઉન્ડેશન નો સંપર્ક કર્યો હતો .અને સંસ્થાના વોલેન્ટિયર દ્વારા સાપને ત્યાંથી ખસેડી તેનું રેસ્ક્યુ કરાયું અને લોકોને ભયમુક્ત કર્યા હતા . હાલ આણંદ જિલ્લામાં અવાર નવાર સાપ ઘરમાં , સીટી બહાર બંગ્લોઝ વિસ્તારમાં જોવા મળે છે . પહેલાના સમયમાં સાપ જોવા મળે તે નસીબદાર છું . ભાઈ એવી વાત થતી હતી , પણ આજના યુગમાં વૃક્ષો ઓછા થઈ ગયા વન્ય જીવનો વસવાટ છીનવાઈ ગયા , જંગલો ઓછા થઈ ગયા . સાપ આમ પણ હવે માનવ વસાહતની નજીક રહેતા થઈ ગયા છે .
આજે શુક્રવારે તારીખ ૭/૧/૨૦૨૧ એ કરમસદ ગાના રોડ પર આવેલા વેદાંત ફાર્મ માં સાપ ફાર્મ હાઉસના કોટેજ ના કાચ ના દરવાજા માં ફસાયો ગયો હોવાની વિગતો સામે આવી હતી . સાપ ત્યાં જ લાંબા સમયથી હતો અને નીકળતો નહોતો , અહીંના લોકો પણ ગભરાઇ ગયા હતા અને વન્ય પ્રાણીઓ બચાવતી સંસ્થા નેચર હેલ્પ ફાઉન્ડેશન નો સંપર્ક કર્યો હતો.સંસ્થાના વોલેન્ટિયર પીયૂષ પરમાર સ્થળ પર પહોંચી તેનું રેસ્ક્યુ કર્યું હતું . તે સાપ નાગ હતો જેને અંગ્રેજી ભાષામાં તેને કોબ્રા કહેવાય છે આ સાપનું રેસ્ક્યુ કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો.તથા ફાર્મ હાઉસ પર રહેતા માણસોનો સાપ પ્રત્યેનો ભય દૂર કરવામાં આવ્યો હતો . આ રેસ્કયુ ઓપરેશન બાદ કોબ્રા સાપને સલામત રીતે માનવ વસ્તીથી દૂર છોડવા તજવીજ હાથ ધરી હતી.
નેચર હેલ્પ ફાઉન્ડેશન સંસ્થાના વોલેન્ટિયર પીયૂષ પરમાર નું કહેવું છે કે , હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે જાહેર જનતા એ આટલી તકેદારી અવશ્ય લેજો કે , તમારા ઘર કે , બગ્લોઝ કે , ગાર્ડનમાં અવાવરી વસ્તુ ન રાખતા , નકામી પાઈપ , થેલા , બોક્સ , જુના સુઝ વગેરે . હમેશાં રાત્રિના સમયે બુટ ઘરની બહાર નીચે ઉતાર્યા પછી અવશ્ય પહેરતી વખતે ચેક કરવા જોઈએ . પછી જ પહેરવા ઘણી વાર મારા રેસ્ક્યુમાં બુટમાંથી પણ સાપ જોવા મળ્યા છે . ઘરમાં કોઈ નકામો હોલ કે ગટર લાઈનના લીકેજ હોય તો અવશ્ય પુરાવાજો .
ખાસ કરીને જો સાપ ઘરમાં જોવા મળે તો તેને મારશો નહીં . તે ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તેનું ઘ્યાન રાખી ફોરેસ્ટ વિભાગ અથવા નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કરવો . બઘા સાપ ઝેરી હોતા નથી . મુખ્ય ચાર ઝેરી સાપ જોવા મળે છે . કોબ્રા ( નાગ ) , ( કાળોતરો ) ક્રેટ , રસલ વાઈપર ( ખડચિતડો ) , ફુરસો (સો-સ્કેલ્ડ વાઇપર) , બિન ઝેરી સાપ કરડવાથી ક્યારેય માણસ મરતો નથી . પણ સાપ કરડે ત્યારે કોઈ પ્રકારની અંધશ્રદ્ધા રાખી ભૂવા તાંત્રિકો કરતા પહેલા તુરંત ડોક્ટર પાસે જવું અને સારવાર લેવી.
પ્રતિનિધિ: કરમસદ