ભુજ:૧૧ જાન્યુઆરી
વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ના વધી રહેલા કેસો વચ્ચે બે ડોઝ લીધેલા હોય તેવા કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ અને સીનીયર સીટીઝને ઇમ્યુનીટી બુસ્ટર ડોઝ તરીકે પ્રિકોશનનો ત્રીજો ડોઝ આપવાનો રાજ્ય વ્યાપી આજથી પ્રારંભ કરાયો છે જે પૈકી કચ્છ જિલ્લામાં કુલ ૩૦૬ કેન્દ્રો પરથી ૪૧૭૫૩ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
જે પૈકી ભુજના છઠ્ઠીબારી અર્બન હેલ્થ સેન્ટર અને વ્યાયામ શાળા ભુજ અર્બન હેલ્થ સેન્ટર-૩ ખાતે પણ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે આ તકે કચ્છ જિલ્લા અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે તેમની પ્રેરક હાજરીમાં સૌને મનોબળ પુરૂ પાડતા રસીકરણની વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘ત્રીજા ડોઝમાં ૩૫૨૩૬ લોકોને કોવીશીલ્ડ અપાશે જેમાં ૧૦૮૦૪ હેલ્થ વર્કર ૯૦૦૯ ફ્રન્ટલાઇન વર્કર, ૬૦ વર્ષથી ઉપરના ૧૫૪૨૩ પાત્રતા ધરાવતા લોકો છે.
જ્યારે ૧૫ હેલ્થવર્કર, ૬૫૦૨ ફ્રન્ટલાઇન વર્કરો, કુલ ૬૫૧૭ લાભાર્થીને કોવેકિસન પ્રિકોશન ડોઝ અપાશે. જેમને બંને ડોઝ લીધાને ૯ માસ થયા છે તેમને ત્રીજો પ્રિકોશન ડોઝ અપાશે આ માટે કોઇ નવું રજીસ્ટ્રેશન કરાવાની જરૂર નથી તે માટે ખાલી મોબાઇલ નંબર અને આઇડી પ્રુફ સાથે લાવાનું રહેશે તેમ જણાવ્યું હતું, ‘જિલ્લામાં લોકોને કોવીડ માટે જાગૃતતા આવી રહી છે જેના પગલે જવાબદારી પુર્વક લોકો રસીકરણ કરાવી રહ્યા છે. તેમજ કોરોના સામે રક્ષણ માટે લોકોમાં સભાનતા જોવા મળી રહી છે વેકિસનનો ત્રીજો ડોઝ લેવા નાગરિકો આગળ આવી રહ્યા છે તેમ ડો. વૈશાલી ડાભીએ જણાયું હતું.