પાટણ : 23 ફેબ્રુઆરી
મહાવદ સાતમ ના દિવસે પાટણ નગર પાલિકા ,રાજપૂત સમાજ અને વિવિધ સેવાભાવી અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમેં ઐતિહાસિક નગર
પાટણ ના 1276 માં સ્થાપના દિવસ નિમિત્તે નગર પાલિકા દ્વારા સતત 21 વર્ષે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . આ પ્રસંગે શહેર માં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી .
સવંત 802 માં વીર વનરાજ ચાવડા દ્વારા તેમના મિત્ર અણહિલ ભરવાડ ના નામ પરથી ઐતિહાસિક નગર પાટણની સ્થાપના કરવામાં આવી હતી . ત્યારબાદ આ નગર નો વ્યાપ સતત વધતો રહ્યો અને શરૂઆત માં ચાવડા અને ત્યાર પછી સોલંકી અને વાઘેલા વંશ ના મહાન પ્રતાપી રાજાઓએ આ નગરમાં વરસો સુધી રાજ કર્યું હતું . ભૂતકાળમાં પાટણ નગર એ ગુજરાત રાજધાની પણ રહી ચૂક્યું છે અને રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી ના શાસન માં આ નગર સમગ્ર રાજ્ય ની રાજધાની તરીકે રહ્યું હતું અને તે સમય ન સમય ને સુવર્ણ કાળ તરીકે માનવામાં આવે છે .
ત્યારે છેલ્લા ૨૦ વર્ષથી પાટણ નગરપાલિકા દ્વારા રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજો અને વિવિધ સેવાકીય સંસ્થાઓ , ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો ના સાથ અને સહકાર થી મહાવદ સાતમના દિવસે પાટણ ના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે .ત્યારે આ વર્ષે પણ પાટણ નગરપાલિકા ,રાજપૂત સમાજ અને વિવિધ સંસ્થાઓ ના સહકાર થી પાટણ નગર ના 1276 માં સ્થાપના દિવસ નિમિત્તે સતત 21 માં વર્ષે સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી .
નગર ના સ્થાપના દિવસ નિમેતે આજરોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે વિરાંજલી સમારોહ યોજાયો હતો . જેમાં મહાન રાજવીઓ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મહાન રાજવીઓ ના શાસન કાળ ના સમય માં થયેલ મહાન કાર્યો ,શિલ્પ સ્થાપત્ય ,વાવો તળાવો ના થયેલ બાંધકામ ની સરાહના કરવામાં આવી હતી .
ત્યારબાદ બપોરે નગર સ્થાપના દિવસ ઉજવણી સમિતિ દ્વારા શહેર ના મહાકાળી મંદિર ખાતે માતાજી ની આરતી અને પૂજા અર્ચના કરી થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી . જેમાં બે બગી ,એક બેન્ડ , હેમચંદ્રાચાર્ય ચાર્ય નો ટેબ્લો અને રાજપૂત સમાજ ના અગ્રણીઓ , યુવાનો ,પાલિકા ના નગર સેવકો શહેરી જનો ,શહેર ના આગેવાનો મોટી સંખ્યા માં જોડાયા હતા . શોભાયાત્રા માં રાજપૂત સમાજ ના યુવાનો એ તલવાર બાજી રજૂ કરી હતી . શહેર માં નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા શહેર ના મુખ્ય માર્ગો પર ફરી બગવાડા દરવાજા ખાતે પૂર્ણ થઈ હતી .જ્યાં વનરાજ ચાવડા અને રાજા સિદ્ધરાજ સોલંકી ની પ્રતિમા ના પુષ્પઅંજલી કરવામાં આવી હતી .ત્યારબાદ જાહેર સભા માં યોજાઈ હતી .જેમાં પાટણ ના ભવ્ય ઇતિહાસ ને વાગોળવામાં આવ્યો હતો .
આજરોજ યોજાયેલ સ્થાપના દિવસ ઉજવણી સમારોહ માં કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટી ,અ .ગુ .રા .યુ .સંઘ ના મેનેજીંગ ડિરેટકર ડો . જયેંદ્રસિંહ જાડેજા , પ્રદેશ અઘ્યક્ષ દિપકસિંહ ઝાલા , પ્રદેશ મહિલા અધ્યક્ષ વંદનાબા , થરા ના રાજવી પૃથ્વી સિંહ વાઘેલા , જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા , જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા , ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ,પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ , અ ગુ રા યુ સંઘ ના પ્રમુખ ,મદારસિંહ ગોહિલ , હેમંત ભાઈ તન્ના , અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .