Home પંચમહાલ જીલ્લો એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા...

એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના

192
0

કાલોલ એમ એમ ગાંધી કોલેજ વાર્ષિક શિબિર માં તરવડા ખાતે સાઇબર ક્રાઇમ વિશે નિષ્ણાત ઉમેશ વણઝારા દ્વારા માહિતી આપવામાં આવી. એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના નાં વાર્ષિક કેમ્પ માં વક્તા અને મહેમાન તરીકે ઉમેશ વણઝારા હાજર રહ્યા હતા. કાલોલ કોલેજ ના આચાર્ય અને nss નાં પ્રોગ્રામ ઓફિસર ડો મયંક શાહ અને હરેશ સુથાર કાલોલ કોલેજ પરિવાર અને મોટી સંખ્યા માં વિદ્યાર્થી જોડાયા હતા.

આજ નો યુવા જેમ સોશિયલ મીડિયા અને સાયબર ગુના નો શિકાર બની રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી હતી. કયા પ્રકાર સાયબર ફ્રોડ માં મની લોન્દ્રિગ ,જોબ ફ્રોડ ,ફિશીંગ ડેટા થેપ્ત ઇ મેઇલ પ્રૂફિંગ ડેટા હેકિંગ જેવા ઘણા પ્રકારો વિશે ઊંડી ચર્ચા અહીં કરવામાં આવી હતી. ઉપરાંત સરકાર બનાવેલા કાયદા આઇટી એક્ટ અને તેની કલમો નું વિશેષ માહિતી આપી હતી. ઉપરાંત પોકસો એક્ટ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલી બાબતો પર ઊંડી માહિતી આપી હતી અને આજના સમય માં યુવાનો આના માટે કઈ રીતે જાગૃત રહેવું જોઈએ તે પણ બતાવવામાં આવ્યું હતું. ઉપરાંત તેની માટે સરકાર દ્વારા બનાવેલ હેલ્પ લાઈન નંબર અને તેના ઉપયોગ તેની વેબ સાઈટ વિશે પણ સમજાવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here