Home આણંદ આણંદ શારદા હાઇસ્કુલમાં સાંસદ ખેલ કરાટે સ્પર્ધા યોજાઇ ….

આણંદ શારદા હાઇસ્કુલમાં સાંસદ ખેલ કરાટે સ્પર્ધા યોજાઇ ….

80
0

આણંદમાં આવેલી શારદા હાઇસ્કૂલ ખાતે તાજેતરમાં સાંસદ ખેલ ઉત્સવ કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાના 250 જેટલા કરાટેકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે આણંદ સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ તથા નગરપાલિકા પ્રમુખ રૂપલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

હાઇસ્કુલમાં યોજાયેલ સ્પર્ધામાં વાડોકાઇ કરાટે ડો. એકેડમીના નિયમિત પ્રશિક્ષણ વર્ગો તથા શાળાકીય પ્રશિક્ષણ વર્ગોના 100 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે આ સ્પર્ધામાં વાડોકાઇ કરાટે ડો. એકેડમીના કરાટેકાઓએ પોતાના પ્રતિસ્પર્ધી ખેલાડીઓને ધુળ ચખાડી 12 ગોલ્ડ, 10 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારે આ પ્રસંગે વાડોકાઇ કરાટે ડો ફેડરેશનના ટેકનીકલ ડાયરેક્ટર શિહાન અરવિંદ રાણા તથા રેનશી જિગ્નેશ ઠક્કર, કોચ દર્શના ઠકરાર, કમલેશ વસાવા, પ્રદીપ ગોહેલ અને હવ્ય ઠક્કરે હાજર રહી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here