Home આણંદ આણંદ- ખંભાત રુટની ફાળવેલી આધુનિક મેમુ 1 ટ્રેન લોકોએ ગુમાવી …. ,...

આણંદ- ખંભાત રુટની ફાળવેલી આધુનિક મેમુ 1 ટ્રેન લોકોએ ગુમાવી …. , સ્થાનિકોમાં રોષ …

160
0

આણંદ- ખંભાત રેલવે લાઇન વચ્ચે ગત 21મી એપ્રિલ 2023ના રોજ ઇલેક્ટ્રીક મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જે ટ્રેન રેલવે તંત્ર દ્વારા આધુનિક 2 ઇલેક્ટ્રીક મેમુ આપવામાં આવી હતી. આઝાદી બાદ પ્રથમ વખત આધુનિક ટ્રેન મળી હતી. પરંતુ રાજકીય ખેંચતાણમાં એક ટ્રેન આણંદે ગુમાવી દીધી છે. ત્યારે આમ અચાનક જ રેલ્વે તંત્રએ એક આધુનિક મેમુ ટ્રેન પરત તેની જગ્યાએ વર્ષો જૂની મેમુ ટ્રેન ફાળવી દેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ ફાળવેલી ઇલેક્ટ્રીક મેમુ ટ્રેન ગોધરા મોકલી દેવામાં આવી છે. તેની જગ્યાએ જૂની મેમુ ટ્રેન આપતાં રોષ જોવા મળી રહ્યો છે. આમ માત્ર દેખાડા પૂરતી આધુનિક ટ્રેન આપીને પાછી લઇને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થાનિક નેતાઓ વામણા પૂરવાર થતાં પંચમહાલના નેતા આધુનિક મેમુ ટ્રેન લઇ ગયા હોવાનું મુસાફરોમાં ચર્ચાઇ રહ્યું છે.

આણંદ ખંભાત વચ્ચે વર્ષોથી ડિઝલ એન્જિન ધરાવતી ડેમુ ટ્રેન દોડાવવામાં આવતી હતી. જેથી 54 કિમી અંતર કાપવામાં દોઢ કલાકનો સમય લેતી હતી. વારંવાર ખોટવાઇ જતાં મુસાફરો અટવાઇ જતાં હતા. જેથી ઇલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડાવવાની માંગ કરી હતી. રેલવે તંત્ર દ્વારા નવી ઇલેક્ટ્રીક લાઇન નાંખીને બે આધુનિક ટ્રેન ગત 21મી એપ્રિલ આણંદ- ખંભાત વચ્ચે દોડાવવાની શરૂ કરી હતી.  તંત્ર દ્વારા આધુનિક 1 મેમુ ટ્રેન પરત લઇને તેની જગ્યાએ જૂની મેમુ ટ્રેન આપવામાં આવી છે. જેને લઇને અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે. ચર્ચાઇ રહ્યું છે કે પંચમહાલ જિલ્લાના એક રાજકીય નેતા એક આધુનિક મેમુ ટ્રેન લઇ ગયા છે. જ્યારે બીજી આધુનિક ટ્રેન પરત લઇ જવાની હીલાચાલ ચાલી રહી છે. આમ સ્થાનિક નેતાઓ વામણા પુરવા થતાં જરૂરી સેવાથી પ્રજાજનોને વંચિત રહેવાનો વખત આવે છે. આ અંગે અંગે રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ -ખંભાત માટે ફાળવેલી ઇલેકટ્રીક એન્જિન સહિતની આધુનિક સુવિધા ધરાવતી 2 મેમુ ટ્રેન ગત 21મી એપ્રિલ શરૂ કરવામાં આવી હતી. જોકે થોડા જ દિવસમાં એક ટ્રેનને મેન્ટેન્સ માટે મોકલવામાં આવી છે. તેની જગ્યાએ જૂની મેમુ ટ્રેન ફાળવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here