Home આણંદ આણંદવાસીઓને ચોમાસામાં પડી શકે છે મુશ્કેલી !!! …. આ વિસ્તારોમાં વરસાદી પાણી...

આણંદવાસીઓને ચોમાસામાં પડી શકે છે મુશ્કેલી !!! …. આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાશે ….

156
0

સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝનની શરુઆત થઇ ચૂકી છે. આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ આગમન કરી દીધું છે. ત્યારે આણંદ શહેર અને અનેક વિસ્તારોમાં વરસાદમાં પાણી ભરાતા હોય છે. ત્યારે આ વર્ષે આણંદવાસીઓને વરસાદી પાણીના ભરાવાને કારણે જરુરથી હાલાકી ભોગવવી પડે તેમ છે.

વાત કરીએ આણંદના આ 13 વિસ્તારોની તો અહીં વરસાદી પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે. પાલિકાના અણઘડ વહીવટ અને કાંસ વિભાગની બેદરકારીના કારણે 10 વર્ષથી ચોમાસામાં થતા પાણીના ભરાવાનો પ્રશ્ન હલ થઇ શક્યો નથી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન 152 કરોડના ખર્ચે તૈયાર કરાયે 3 વર્ષ થઇ ગયા તેમ છતાં વરસાદી પાણી ભરવાની સમસ્યા ઠેર ઠેરની જોવા મળી રહી છે. જેના કારણે શહેરના વિદ્યાનગર રોડ, 80 ફૂટ રોડ, ડી ઝેડ પટેલ સ્કૂલની પાછળના માર્ગ, ઓમકારેશ્વર મહાદેવ, ગામડી વડ, લોટિયા ભાગોળ, મંગળપુરા, રૂપાપુરા, ગણેશ ચોકડી, ઇસ્માઇલ નગર, પાધરિયા વિસ્તાર, માણેજવાલા સ્કૂલ, ગંગદેવનગર અેમ 13 વિસ્તારમાં સામાન્ય વરસાદે ઢીંચણસમા પાણી ભરાઇ જાય છે.

કેટલાંક વિસ્તારમાં દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી જતાં હોય છે. વરસાદી પાણી ભરાયા બાદ 4થી 5 દિવસે ઓસરી રહે છે. જેના કારણે ભારે દુર્ગંધ મારે છે. તેમ જીવાતોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળો ફેલાય છે. ચાર માસમાં 10 વખત પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે શહેરના 80 હજારથી વધુ લોકોને હાલાકી વેઠવાનો વખત આવે છે. વિદ્યાનગર રોડ, 80 ફૂટ રોડ, અને ડી ઝેડ પટેલ સ્કૂલની પાછળની સોસાયટી, બેંકવેટ હોલની પાછળની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલનો અભાવ હોવાથી 1 ઇંચ વરસાદમાં ઢીંચણસમાં પાણી ભરાઇ છે. કેટલીક સોસાયટીમાં ત્રણ દિવસ પાણી ભરાઇ રહેવાથી અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે.આણંદ શહેરના ઇસ્માઇલનગર, અમીના મંજિલ અને માણેજવાલા સ્કૂલ પાસે વરસાદ પડતાની સાથે પાણી ભરાઇ પાંચ દિવસ સુધી હટતાં નથી. ભારે વરસાદ પડે તો ઘરમાં ઘુસી જાય છે. જેના કારણે હાલાકી વેઠવી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here