Home આણંદ આણંદના બાકરોલમાં લોહાણા સમાજ દ્વારા “રઘુવંશી રમતોત્સવ-2023″ યોજાયો …

આણંદના બાકરોલમાં લોહાણા સમાજ દ્વારા “રઘુવંશી રમતોત્સવ-2023″ યોજાયો …

113
0

મધ્ય ગુજરાતમાં વસતા સૌ રઘુવંશીઓ એક બીજાથી પરિચિત થાય,નજીકતા કેળવે અને એ રીતે સંગઠનની ભાવના વધુ દ્રઢ બને તેવા હેતુથી આણંદ લોહાણા મહાજન આયોજીત આણંદ, ખેડા અને વડોદરા જીલ્લાના રઘુવંશી ભાઇ-બહેનો માટે 6 વર્ષથી લઇને 72 વર્ષના જ્ઞાતિ ભાઇ-બહેનો વચ્ચે UNI SOS ફાઇનાન્સ અને ઉર્મિન ગ્રૂપ ઓફ કંપનિઝ “રઘુવંશી રમતોત્સવ-2023″ સ્પોર્ટસ એકેડેમી બાકરોલ-વલ્લભ વિધાનગર ખાતે ખુબ ઉલ્લાસમય માહોલમાં સફળતાપૂર્ણ સંપન્ન થયો હતો.

આ રમતોત્સવમાં ચેસ,કેરમ,ટેબલટેનિસ,ટેનિસ,સ્વીમિંગ,બેડમિન્ટન,બોક્સ ક્રિકેટ,વોલીબોલ અને ફિલ્ડ ક્રિકેટ જેવી નવ જેટલી રમતોમાં મધ્ય ગુજરાતમાંથી 130 કરતા પણ વધુ જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. દરેક રમતમાં ઉંમર પ્રમાણેના જુદા જુદા વિભાગ (મહિલા વિભાગ સહિત) અનુક્રમે સેકન્ડ રનર અપ,રનર અપ તેમજ વિજેતા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જે સર્વને ઠક્કરવાડી ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં દરેક રમતના સૌજન્ય દાતા અંતર્ગત ટાઇટલ સ્પોન્સરર SOS ફાયનાન્સના ચેતન રાયકુંડલીયા,ઉર્મિન ગ્રુપ ઓફ કંપનિઝના રાજેન્દ્ર એન મજીઠીયા, વિજયભાઇ પી ઠક્કર, જયેશભાઇ ડી ઠક્કર ડો.દિપન અને ડો.ઉષા ઠક્કર, મયુર કોટક, અમિત માવાણી, કૃણાલ મગનલાલ રૂપાવેલ, કિરીટભાઇ કે ઠક્કર, અમીતભાઇ એસ ઠક્કર, નટુભાઇ એમ ઠક્કર, નટુભાઇ પી ઠક્કર, પ્રવિણચંદ્ર એમ ઠક્કર ના હસ્તે ટ્રોફી,મેડલ તેમજ સર્ટિફીકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રમતોત્સવ પ્રમુખ પ્રવિણભાઇ ઠક્કર,ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ ઠક્કર, મંત્રી નટુભાઇ ઠક્કર,સહમંત્રી પ્રવિણભાઇ ઠક્કર,પ્રોફે.ચંદ્રકાંત તન્નાના માર્ગદર્શન હેઠળ ઉત્સાહી યુવાનો મયુર કોટક, અમીત માવાણી, ચેતન રાયકુંડલીયા, હાર્દિક ઠક્કર, ઓમભાઇ,દક્ષાબેન ઠક્કર, પૂજાબેન ઠક્કરની મહેનતથી ખુબ સફળ રહ્યો હતો. આ સૌનુ બહુમાન પ્રમુખ પ્રવિણભાઇ ઠક્કરએ કર્યુ હતું.આ પ્રસંગે રમતવિરોને પ્રોત્સાહીત કરવા ઉર્મિન ગ્રુપ વતી અમદાવાદથી રાજેન્દ્ર મજીઠીયા અને ક્રિષ્નાબેન મજીઠીયા,અમૃતવાડીના મંત્રી અતુલ પાવાગઢી, વિધાનગરની બન્ને છાત્રાલયોના મંત્રી પ્રદિપભાઇ ઠક્કર અને રીટાબેન ઠક્કર તેમજ આમંત્રીતો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇનામ વિતરણ સમારોહમાં પ્રમુખ પ્રવિણભાઇ ઠક્કરે સૌને આવકર્યા હતા તેમજ મોટી સંખ્યામાં આ રમતોત્સવમાં ભાગ લેવા બદલ સૌને બિરદાવ્યા હતા રમતોત્સવનો વિગતે અહેવાલ અમિત માવાણીએ આપ્યો હતો તેમજ આભાર વિધિ મંત્રી નટુભાઇ ઠક્કરે કરી હતી સમગ્ર સમારોહનું સુંદર સંચાલન પ્રોફેસર ચંદ્રકાંત તન્ના કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here