Home આણંદ અમૂલ ડેરી દ્વારા ઇલેકટ્રિક થ્રી વ્હીલરનું અનાવરણ …. , હરિતક્રાંતિની કરી પહેલ...

અમૂલ ડેરી દ્વારા ઇલેકટ્રિક થ્રી વ્હીલરનું અનાવરણ …. , હરિતક્રાંતિની કરી પહેલ ….

102
0

પર્યાવરણની જાળવણી કરવી આપણી નૈતિક ફરજ છે. ત્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. માટે હવે સૌએ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ થવાની જરુર છે.

પર્યાવરણને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશથી અમૂલ ડેરી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. અમૂલ ડેરી દ્વારા અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર , રેન વોટર હર્વેસ્ટિંગ , વૃક્ષારોપણ અને બાયોગેસ જેવા પ્રોજેક્ટોનો અમલ કરી હરિત ક્રાંતિની પહેલ અંતર્ગત અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ , વાઇસ ચેરમેન કાંતિભાઇ અને મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસના હસ્તે ઇલેકટ્રિક થ્રી વ્હીલરનું અનાવરણ કરવામાં આવ્યું. આ ઇલેકટ્રિક થ્રી વ્હીલરની લોડીંગ ક્ષમતા 1 મેટ્રિક ટન છે અને એક વાર ઇલેકટ્રિક ચાર્જ કરવાથી 80 કિલોમીટર સુધી ચાલી શકશે. ત્યારે ઇલેકટ્રિક થ્રી વ્હીલરનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ થશે નહીં અને પર્યાવરણની જાળવણી પણ થશે.

આ ઇલેકટ્રિક થ્રી વ્હીલર દ્વારા આણંદ , વલ્લભ વિધાનગર અને કરમસદના રહેવાસીઓને ઓનલાઇન અમૂલ ગ્રીન એપની મદદથી અમૂલ દૂધ , દહીં , છાશ , ઘી ,ચોકલેટ , બ્રેડ તેમજ અમૂલની અન્ય પેદાશો સાથે સાથે ઘર વપરાશ માટેની વસ્તુઓની હોમ ડિલિવરી ફ્રી માં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here