Home અમદાવાદ અમદાવાદ ખાતે વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી. ઉજવણીમાં રિક્ષા ચાલકો...

અમદાવાદ ખાતે વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી. ઉજવણીમાં રિક્ષા ચાલકો પણ જોડાયા

166
0

વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.  આ નિમિતે જીસીએસ હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જન-જાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું છે. જીસીએસ હોસ્પિટલ દ્વારા રિક્ષાચાલકો માટે ફર્સ્ટ-એડ-કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અભિયાન હેઠળ સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવામા આવી હતી. સીપીઆર ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 ટકાથી પણ વધી જાય છે. આ અભિયાનમા આસરે 100 થી વધુ રિક્ષા ચાલકો એ ભાગ લીધો હતો. આ અભિયાન પાછળ નું કારણ જનજાગૃતિ ફેલાવાનુ અને હૃદયની કાળજી રાખવાનુ હતું. તમારા વાહનમાં ફર્સ્ટ-એડ-કીટથી તમે તાત્કાલિક સારવાર લઈ શકો છો.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here