અમદાવાદનો ઈદગાહ બ્રિજ 15 દિવસ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. લોખંડની રેલિંગનું વજન વધતા અકસ્માતનું જોખમ હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિજ બંધ કરવામાં આવતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહન ચાલકોને બે કિલોમીટર ફરીને જવું પડશે.મળતી માહિતી મુજબ, અમદાવાદના કાલુપુર પાસે આવેલ ઈદગાહ બ્રિજ વાહન ચાલકોની અવર જવર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે.
બ્રિજ પરની લોખંડની રેલિંગનું વજન વધી જવાના કારણે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 દિવસ સુધી ઈદગાહ બ્રિજ બંધ રહેશે, જેથી લોકો અને વાહન ચાલકો અવર જવર કરી શકશે નહીં. બ્રિજ બંધ કરવામાં આવતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં વાહન ચાલકોને બે કિલોમીટર ફરીને જવુ પડશે.