અમુક અભ્યાસક્રમો એવો હોય છે કે નામ પડેને વિચાર આવે આટલો મોટો સિલિબસ અને આટલી ભારે પરીક્ષાઓ..? અભ્યાસક્રમને આંબવો કે સપનાઓના આકાશને..પરંતુ આ બધાથી પરે છે,IPS અને IAS બન્યા પછીના વ્યક્તિત્વનો રુઆબ અને અધિકારીનો મોભો અલગ જ હોય છે.ઘણા વિધ્યાર્થીઓ દેશની સેવા કરવા માટે IPS અને IAS બનવું સપનું હોય છે. સરળતા થી સપના પૂરા થતાં નથી એવીજ રીતે આ સ્થાન પર પહોંચવા માટે ખૂબજ મહેનત કરવી પડતી હોય છે. આ સ્થાન પર પહોંચવા માટે UPSC ક્લીઅર કર્યા બાદ મળે છે. કોઈ પણ કોર્સમાં ગ્રેજ્યુએશન કરીને
UPSCની પરીક્ષા આપી શકો છો.
આમતો સિવિલ સર્વિસની પરીક્ષા ત્રણ સ્ટેજમાં લેવામાં આવે છે સૌથી પહેલા પ્રી, બીજું મેઈન્સ અને ત્રીજું ઈન્ટરવ્યૂ કે પર્સનાલિટી ટેસ્ટ હોય છે. જ્યારે પરીક્ષાર્થી આ 3 ટેસ્ટ પાસ કરે છે ત્યારે તેને રેન્ક પ્રમાણે IAS, IPS કે IFSમાં મોકલવામાં આવે છે. આમાંથી જો ઉમેદવારનો રેન્ક સારો હોય તો તેમને પસંદગીની તક પણ મળતી હોય છે. ત્યારે IAS, IPS કે IFSની તાલીમ મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં મોકલવામાં આવે છે. જેમાં સૌથી પહેલા 3 મહિનાનો એક ફાઉન્ડેશન કોર્સ હોય છે. જ્યાં તેમને તંત્રની પાયાની વાતોથી વાકેફ કરવામાં આવે છે અને ત્યાર બાદ IPSની આગળની ટ્રેનિંગ હૈદરાબાદમાં થાય છે. જેમાં બંનેને 2 વર્ષની ટ્રેનિંગ હોય છે. જે થયા બાદ તેમને JNU થી MA (લોક પ્રશાસન)ની ડિગ્રી આપવામાં આવે છે.જો ફીની વાત જરીએ તો,જે ટ્રેઈની IAS IPS, LBSNAAમાં રહે છે. જેમાં ખૂબ જ મામૂલી ફી ભરવાની હોય છે. તેમાં વીજળી અને પાણીનો ખર્ચ હોય છે. જે સેલેરીમાંથી કપાય છે. LBSNAAમાં તાલીમના અનેક તબક્કામાં થાય છે. જેમકે ફાઉન્ડેશન કોર્સ ફેઝ-1, ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ ફેઝ-2, આસિસ્ટન્ટ સેક્રેટરીશિપ