આંકલાવ : 21 માર્ચ
આંકલાવ તાલુકાના અંબાલી ચોકડી વિસ્તારમાં હડકાયા સ્વાનનો આતંક વધી ગયો છે. છેલ્લા બે દિવસથી હડકાયા થયેલા સ્વાને બાળકો સહિત ચાર જેટલા વ્યક્તિઓ અને ચાર જેટલા પશુઓને બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે આંકલાવની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હજુપણ હડકાયા શ્વાસનો આતંક હજુ પણ યથાવત જોવા મળ્યો છે હડકાયા શ્વાનના આતંકના કારણે લોકોએ ચોકડી પરના રસ્તા પરથી પસાર થવાનું બંધ કરી દીધું છે. ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક સ્વાનને પકડી જંગલ વિસ્તારમાં છોડે તેવી ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.