રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે તારીખ 16 ફેબ્રુઆરી 2023 સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં સાંજે 7 કલાકે ગબ્બર ટોચ પર આરતી પરિક્રમાના માર્ગમાં આવતા દરેક મંદિરોમા એક સાથે આરતી અને ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
સાબરકાંઠામાંથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023માં પ્રથમ દિવસે કુલ 75 બસોમાં 3964 યાત્રિકો અંબાજી યાત્રા માટે રવાના થઇ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં સવાર અને બપોર બન્ને સમયે વડાલીમાંથી 8, ખેડબ્રહ્મામાંથી 8, વિજયનગરમાંથી 4, પોશીનામાંથી 3, હિંમતનગરમાંથી 20, ઇડરમાંથી 12, પ્રાંતિજમાંથી 10, તલોદમાંથી 10 એમ જિલ્લામાંથી કુલ 75 બસો અંબાજી ખાતે રવાના થઇ હતી.જિલ્લામાંથી 16 ફેબ્રુઆરી સુધી 75 બસો યાત્રિકોને અંબાજી ખાતેની સરળ અને સગવડ ભરી યાત્રા પૂરી પાડશે.
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 ના પ્રથમ દિવસે રાજ્યભરમાંથી યાત્રિકો અંબાજી ખાતે આવીને દર્શનની ધન્યતા સાથે આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો હતો.
અહેવાલ.રોહિત ડાયાણી (સાબરકાંઠા)
Home સાબરકાંઠા અંબાજી શક્તિપીઠ પરિક્રમાના પ્રથમ દિવસે જિલ્લામાંથી 75 બસોમાં 3964 દર્શનાર્થીઓ દર્શન અર્થે...