અંબાજી : 17 જાન્યુઆરી
કરોડો ભક્તો ની આસ્થા નું કેન્દ્ર સમાન નવદુર્ગા જગદંબા શ્રી અંબાજી મંદિર ખાતે માતાજી ના દર્શન કરવા રોજ હજારો ની સંખ્યા માં માઇભક્તો આવતા હોય છે,નવરાત્રી સાથે અંબાજી દર્શન નું પૂનમ નું પણ ઘણું મહત્વ રહેલું છે તેવામાં કોરોના મહામારી ને કારણે સરકાર ના નિયમો ને સંક્રમણ ની ગંભીરતા ને ધ્યાને રાખીને મંદિર ના ઘણા કાર્યક્રમો પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે તેની વચ્ચે અંબાજી ચાંચર ચોકમાં પોષી પૂનમ ના પાવન અવસરે મહાશક્તિ યજ્ઞ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 બાદ કોરોના મહામારી ને કારણે, પોષી પુનમે મંદીર ભક્તો માટે બંધ રાખવામાં આવતું હોય છે જે આ વર્ષે પણ 15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર ના દ્વાર ભક્તો માટે બંદ કરાયા છે,જેથી મોટી સંખ્યામાં મંદીરે આવતા ભક્તો ને મહામારી ના સંક્રમણ થી સુરક્ષિત રાખી શકાશે..
અંબાજી મંદિર ના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ યોજાયો જે નિમિત્તે મંદિરનાં ગર્ભગૃહ મા માતાજી ને વિશેષ અન્નકુટ ધરાવવામા આવ્યો હતો,આજે શાકંભરી પુનમ હોવાથી માતાજીને શાકભાજી અર્પણ કરવામાં આવ્યું હતું,ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પરંપરાગત પદ્ધતિ મુજબ ગબ્બર પર્વત પરથી પવિત્ર જ્યોત લાવવામા આવી હતી,જે સિવાય આજના તમામ કાર્યક્રમો મંદિર ટ્રસ્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા,અને ગણતરી ના ભક્તો ની હાજરી માં માતાજી ની અન્નકુટ આરતી કરવામાં આવી હતી.