અંબાજી : 16 જાન્યુઆરી
તાલુકા પંચાયત અને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા બાકી રેહતા દુકાનદારો નો વેરા રકમ ન ભરતા દુકાનો પર સિલ લગાવા મા આવી
આજે દિવસ પછી યાત્રાધામ અંબાજી મા આવેલી ગ્રામ પંચાયત ની દુકાનો નું બાકી રહેતું વેરા રકમ ના બાબતે તાલુકા પંચાયત ના અધિકારી અને અંબાજી ગ્રામ પંચાયત ના અધિકારી સાથે પોલીસ કર્મીઓ રહી જે દુકાનદારો નું બાકી રહેતો વેરા રકમ ન ભરતા તેમની દુકાન ઉપર કાયદેસર સીલ લગાવા મા આવી હતી. તો દુકાનદારો દ્વારા બાકી રહેતા વેરા રકમ ની ભરપાઈ કરતા અધિકારીઓ દ્વારા સીલ લગાવેલી દુકાનો ને ખોલી દેવામાં આવી હતી. ગ્રામ પંચાયત અંબાજી ની દુકાનો નો બાકી રહેતો વેરા રકમ ને લઈ આજે અંબાજી ના બજાર મા ખલબલાહટ મચી હતી. તો જે દુકાનદારો નું ગ્રામ પંચાયતનો બાકી વેરા રકમ ન ભર્યો હતો તે દુકાનદારો પર કાયદેસરની કાર્યવાહી કરાવી હતી.
અંબાજી ગ્રામ પંચાયત ના બાકી રહેલા વેરા પર આજે દુકાનદારો પર કાર્ય કરવામાં આવી હતી . અંબાજી ગ્રામ પંચાયત ના અધિકારીઓ અને તાલુકા પંચાયત ના અધિકારી સાથે અંબાજી પોલીસ ના પોલીસ કર્મીઓ રહી ગ્રામપંચાયત અંબાજી નું બાકી રહેતો વેરા રકમ બાબતે આજે અંબાજી ગ્રામ પંચાયતના ભાડોતી દુકાનદારો પાસે વેરાની રકમ વસુલાત કરવામાં આવી હતી. તો અમુક દુકાનદારોના બાકી રહેતા વેરા ની રકમ ન ભરતા અમુક દુકાનદારોની દુકાનો પર સીલ લગાવા મા આવી હતી. ત્યારે અમુક દુકાનદારો દ્વારા બાકી રહેતી વેરા રકમ ની ભરભઈ કરતા અંબાજી ગ્રામ પંચાયત દ્વારા સીલ કરેલી દુકાન ને ખોલી દેવાઈ હતી.