Home અંબાજી અંબાજી ખાતે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા માન. વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી સાહેબ ને...

અંબાજી ખાતે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા માન. વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી સાહેબ ને દાંતા અને અમીરગઢ તાલુકા ની બહેનો દ્વારા રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો…….

163
0

અંબાજી: 11 ઓગસ્ટ


રાખડી બાંધનાર બહેનો ને વડાપ્રધાનશ્રી ને રાખડી બાંધતો ફોટો ફ્રેમ અને માતાજી નો પ્રસાદ ભેંટ સ્વરૂપે અપાયો….

રક્ષા બંધન એટલે ભાઈ – બહેન ના અમૂલ્ય પ્રેમ ના પ્રતિક સમો તહેવાર કે જેમાં એક બહેન દ્વારા ભાઈ ને રાખડી બાંધી રક્ષા નું વચન લેવામાં આવે છે અને ભાઈ પોતાની બહેન ને દરેક સ્થિતિ માં સાચવવાનું વચન આપે છે.

ત્યારે આપણા દેશ માં પણ ઘણી બહેનો દ્વારા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ને રાખડી બાંધી છે ,કે મોકલાવે છે જ્યારે આજેપણ ઘણી બહેનો રક્ષા- બંધન ના તહેવાર પર વડા પ્રધાન શ્રી ને દિલ્હી ખાતે રાખડી મોકલ છે .ત્યારે આજ રોજ
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ પ્રજાપતિ ભવન ધર્મશાળા માં નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા લોક લાડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં દાંતા અને અમીરગઢ તાલુકા ની આદિવાસી વિસ્તાર ની ૫૦૦ જેટલી બહેનો દ્વારા મોદી સાહેબ ના પ્રતિક સમા સ્ટેચ્યુ ને માતાજી ને ચઢાવેલ કંકુ વડે ચાંદલો કરી અને તેમની રક્ષા અને દીર્ઘાયુ માટે રક્ષા પોટલી / રાખડી બાંધી હતી.અને તેમની સુરક્ષા અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ માં જનરલ કાઉન્સિલ સભ્ય – દૃષ્ટિ દિવ્યાંગજન સશક્તિકરણ સંસ્થાન ના શ્રી રમણભાઈ પટેલ , મુખ્ય મહેમાન તરીકે શ્રી હિતેશભાઈ પંડ્યા ચીફ પેટ્રન નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન અને માન.મુખ્યમંત્રીશ્રી ના જનસંપર્ક અધિકારી , અને યજ્ઞાબેન જોશી ક્ષેત્રીય યોજીકા દૂર્ગાવહિની વિશ્વ હિન્દુ પરિષદ , ડૉ.હેમરાજ રાણા રાષ્ટ્રીય સંગઠન મંત્રી નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન હાજર રહ્યા હતા અને હિતેશભાઈ જોશી પ્રમુખ ( અંબાજી ચેપ્ટર) ની હાજરી અને નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ માં આવેલ બહેનો દ્વારા રાખડી બાંધ્યા બાદ રાખડી બાંધતો ફોટો ફ્રેમ કરી , ભારતમાતા ની છબી આપવામાં આવશે .જ્યારે હાલ માં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી અને આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગ રૂપે રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર ભાવના જગાડવા નેશન ફર્સ્ટ – રાષ્ટ્ર કે લિયે રાષ્ટ્ર કો સમર્પિત ની ભાવના અંતર્ગત આવેલ બહેનો ને રાષ્ટ્ર ધ્વજ અને માતાજી નો પ્રસાદ આપવામાં આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમ ના અંતે આવેલ બહેનો અને મહેમાનો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here