Home અંબાજી અંબાજી – એન.એસ.યું.આઇ દ્વારા મંદિર માં ટૂંકા વસ્ત્રો અને મોબાઈલ સાથે પ્રવેશ...

અંબાજી – એન.એસ.યું.આઇ દ્વારા મંદિર માં ટૂંકા વસ્ત્રો અને મોબાઈલ સાથે પ્રવેશ બાબતે વહીવટદાર શ્રી ને અપાયો પત્ર……..

144
0

અંબાજી : 9 ફેબ્રુઆરી


ગર્ભગૃહ માં સ્ત્રીઓને સાડી માંજ પ્રવેશ આપવા કરાઇ માંગણી ….

ગુજરાત ના સ્વર્ણ મંદિર તરીકે જગ પ્રખ્યાત બનેલ અંબાજી મંદિર ની પ્રસિદ્ધિ દેશ – વિદેશ માં વધવા માંડી છે.ત્યારે ભારત તેમજ વિદેશ થી પણ લોકો અંબાજી ખાતે માં અંબા ના દર્શન અર્થે આવી રહ્યા છે.ત્યારે મંદિર માં પ્રવેશ મુદ્દે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર શ્રી દ્વારા યાત્રિકો માટે નિયમો બનાવવા માં આવેલ છે જેમાં મંદિર માં મોબાઇલ , કેમેરા , ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ , ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ નિષેધ કરવામાં આવેલ છે .

જે બાબતે અગાઉ પણ એક રાજકારણી ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અંબાજી મંદિર બંધ વખતે અંદર દર્શન કરવા સાથે સેલ્ફી ફોટો વાઇરલ થવાના લીધે વિવાદ ઊભો થયો હતો જે બાદ અંબાજી મંદિર ના વહીવટદારશ્રી દ્વારા અંબાજી મંદિર માં યાત્રિકો મોબાઈલ કે કેમેરા જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પ્રવેશ ના કરે તેમજ મંદિર કર્મીઓ પણ જાહેર માં મોબાઈલ નો ઉપયોગ ના કરે, અને યાત્રિક દ્વારા મંદિર પરિસર માં ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ ની સાથે સિક્યુરિટી સ્ટાફ અને સઘન સુરક્ષા વ્યવસ્થા પોલીસ તંત્ર પર કાયદેસર ની કાર્યવાહી સહિત નો પરિપત્ર બહાર પડાયો હોવાછતાં પણ યાત્રિકો , મંદિર ના કર્મીઓ ના ઓળખીતા હોવા ના સેટિંગ ને લીધે મોબાઈલ સાથે પ્રવેશ કરી ચાચર ચોક માં ફોટા પડાવતા ,પાડતા જોવા મળ્યા હતા .જ્યારે ગુજરાત કે અન્ય રાજ્યો, શહેરો, તેમજ વિદેશ થી આવતા યાત્રિકો નિયમો થી અજાણ હોઇ તેમને નિયમ મુજબ ટૂંકા વસ્ત્રો માં પ્રવેશ ના આપવા ના બાબત ને પણ અંબાજી મંદિર ના સિક્યુરિટી સ્ટાફ કે જેઓ પ્રવેશદ્વાર પર ચેકીંગ માટે હાજર હોવા છતાં પણ નિયમો ની ઐસી – તૈસી કરી મંદિર માં જવા દેતા હોય છે જેના લીધે મંદિર જેવા ધાર્મિક સ્થાનો ની ભારતીય સંસ્કૃતિ ની ગરિમા જળવાતી નથી.જે બાબતે આજ રોજ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા ના જનરલ સેક્રેટરી ભવાની સિંહ રાઠોડ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર શ્રી ને એક પત્ર આપવામાં આવ્યો હતો જેમાં બહાર થી આવતા યાત્રિકો ને મોબાઈલ તેમજ સ્ત્રીઓ, યુવતીઓ દ્વારા ફેશન ના નામે જે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિર માં આવે છે તેના પર કડકાઈ થી પ્રતિબંધ મૂકી ધાર્મિક સ્થળો ની ગરિમા જળવાય તેમજ મંદિર ના ગર્ભગૃહ માં પણ સ્ત્રીઓ ને સાડી માંજ પ્રવેશ અપાય તેવી માંગણી કરાઇ હતી.

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here