Home અંબાજી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં શું કરાઇ છે વ્યવસ્થા …. જુઓ …

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં શું કરાઇ છે વ્યવસ્થા …. જુઓ …

137
0

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. ત્યારે આ વર્ષે 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. જોકે આવતીકાલ 23 સપ્ટેબરના રોજ શરૂ થઇ રહ્યો છે. જેને લઇ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ વિશેષ વ્યવસ્થા માં અંબાના દર્શને આવતા ભાવિકો માટે કરાઇ છે. મંદિર ટ્રસ્ટ દર વર્ષે વિવિધ સુવિધાઓ ગોઠવે છે. જેથી કોઇ પણ દર્શનાર્થીને મુશ્કેલી ન પડે છે. ત્યારે વાત કરીએ કે આ વર્ષે કઇ કઇ વ્યવસ્થા કરવામાં આવી છે… ચાલો જાણીએ …

આગામી 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં આ વખતે મેળામાં 40 લાખ જેટલા શ્રદ્ધાળુ આવવાની શક્યતા વર્તાઇ રહી છે. અને જેને લઈને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

માં અંબાના ધામ એવા અંબાજીમાં ભાદવી પૂનમના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે દર્શને આવતા દર્શનાર્થીઓ માટે અંબાજીમાં લાઈટ, દૂધ-પાણી, ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સેવાઓ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. તેમજ ભક્તો માટે પાર્કિગ વ્યવસ્થા, દર્શન માટે લાઈન, મેળાનું જીવંત પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઈટની સુવિધા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભક્તો માટે વીમા કવચ પણ લેવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે મેળામાં અંબાજીમાં પદયાત્રીઓ માટે વિનામુલ્યે રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો નાના બાળકોને આઈકાર્ડ આપવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 6500 જેટલાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેમાં SP સહિત 20 DYSP , 54 PI , 150 PSI , 2500 હોમગાર્ડના જવાનો અને 700 GRDના જવાનોનો સમાવેશ થાય છે.

ત્યારે અંબાજીના મહામેળાને લઇ બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલ જણાવ્યા અનુસાર  ,વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમા ભરાતા મોટા મેળાઓમાં અંબાજી ભાદરવીના મહમેળાની ગણના થાય છે અને આ મેળામાં લાખો યાત્રીકો અને શ્રદ્ધાળુમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમાં પગપાળા યાત્રીકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય છે અને અંબાજીના આવતા બધા રસ્તા પર માનવ મહેરામણ ઉમટે છે અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ મારી અંબે જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓને લઈને અંબાજી મંદિર વહીવટી તંત્રએ પદયાત્રીઓની અને દર્શનાર્થીઓની સેવા માટે તૈયારીઓને આખરીઓ આપી દીધો છે. મેળામાં જતા રસ્તા પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ થઇ ગયા છે. ત્યારે ભાદરવીના મહામેળામાં આ વખતે અનેક નવા પ્રયોગ પણ શરૂ કર્યા છે અંબાજી મંદિર પરિસર તેમજ અંબાજી શહેર અને પાર્કિંગ વિસ્તારો અને રસ્તાઓ ઉપર 400 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ ભક્તો માટે પ્રસાદને લઈને અનેક પ્રસાદ વિતરણ કેન્દ્રો બનાવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here