Home પંચમહાલ જીલ્લો સ્વામિનારાયણ મંદિર કાછીયાવાડ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ નો ૧૨ મો વાર્ષિક પાટોત્સવ...

સ્વામિનારાયણ મંદિર કાછીયાવાડ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ નો ૧૨ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

178
0

કાલોલ
તા -૧૪/૨/૨૩
કાલોલ સ્વામિનારાયણ મંદિર કાછીયાવાડ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ નો ૧૨ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળ શ્રી ધર્મકુળ આશ્રિત કાલોલ સત્સંગ સમાજ દ્વારા કાલોલ સ્વામિનારાયણ મંદિર કાછીયાવાડ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ નો ૧૨ મો વાર્ષિક પાટોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની દિવ્ય છત્રછાયામાં વડતાલ પીઠાધિપતિ પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તથા પ.પૂ.૧૦૮ ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિ૨ કાલોલ માં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો બારમો વાર્ષિક પાટોત્સવ સંવત ૨૦૭૯ ના મહા વદ ૮ ને તારીખ ૧૪/૦૨/૨૦૨૩, મંગળવારના રોજ અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં વડતાલથી પ.પૂ.૧૦૮ લાલજી પુષ્પન્દ્રપ્રસાદજી મહારાજ, પૂ. સર્વમંગલ સ્વામી તથા પૂ. ભક્તિનંદન સ્વામી વગેરે સંતો પધારી સત્સંગ કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ શુભ પ્રસંગે મંગળવાર ના દિવસ દરમિયાન વિવિધ કાયૅક્રમો જેમાં મંગળા આરતી સવારે ૬.૦૦ કલાકે,મહાપૂજા ,દેવો ના અભિષેક દર્શન ,અન્નકૂટ દર્શન ,મહાપુજા પૂણાર્હુતિ બપોરે ૩ વાગ્યે ,શોભાયાત્રા , સત્સંગ સભા અને ધર્મકુળના આર્શીવચન નો શ્રધ્ધાળુ હરિભક્તોને મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

અહેવાલ મયુર પટેલ

કાલોલ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here