Home Other સ્પેસ એજન્સીની મદદથી વનડે વર્લ્ડ કપની ટ્રોફી અંતરિક્ષમાં લોન્ચ….

સ્પેસ એજન્સીની મદદથી વનડે વર્લ્ડ કપની ટ્રોફી અંતરિક્ષમાં લોન્ચ….

132
0

પ્રથમ વાર ભારત દેશની યજમાનીમાં આયોજન થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. જેમાં સ્પેસ એજન્સીની મદદથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સોમવારે ટ્રોફીને અંતરિક્ષમાં લોન્ચ કરી હતી. આ સાથે ટ્રોફીની વર્લ્ડ ટૂર પણ જાહેર કરવામાં આવી હતી. આ ટ્રોફી 27 જૂનથી શરૂ થનારી વર્લ્ડ ટૂર અંતર્ગત 18 દેશોની યાત્રા કર્યા બાદ ભારત પરત આવશે. આ પ્રવાસ 4 સપ્ટેમ્બરે પૂર્ણ થશે.

કાઉન્સિલે અમેરિકાની ખાનગી સ્પેસ એજન્સી ‘સેન્ટ ઈન્ટો સ્પેસ’ની મદદથી બલૂનની ​​મદદથી ટ્રોફીને અંતરિક્ષમાં મોકલી હતી. પૃથ્વીની સપાટીથી 12,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી સ્ટ્રેટોસ્ફિયરમાં ટ્રોફી લોન્ચ કરવામાં આવી હતી. સ્ટ્રેટોસ્ફિયર એ પૃથ્વીના વાતાવરણનું બીજું સ્તર છે, જે ટ્રોપોસ્ફિયરની ઉપર અને મેસોસ્ફિયરની નીચે સ્થિત છે.

ભારતમાં આ વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ BCCI દ્વારા અનોખા અંદાજમાં કરવામાં આવ્યું. બોર્ડ સેક્રેટરી જય શાહે ટિ્વટ કરી એક વીડિયો શેર કર્યો, જેમાં વર્લ્ડ કપ ટ્રોફીને સ્પેસમાં મોકલવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું. આ ટ્રોફી અવકાશની સફર બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લેન્ડ કરાવવામાં આવી હતી. વીડિયોમાં જણાવવામાં આવ્યું કે કઈ રીતે પ્રથમવાર ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્પેસમાં મોકલવામાં આવી અને ત્યાં તેનું અનાવરણ કરવામાં આવ્યું. આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમની ભવ્ય અંદાજમાં મુંબઈ ખાતે આજે જાહેરાત કરવામાં આવશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, ‘ક્રિકેટના વિશ્વભરમાં કરોડો ચાહકો છે. આ પ્રવાસ દ્વારા, અમે ટ્રોફીને દરેક ખૂણે ખૂણે લઈ જઈ શકીશું. ક્રિકેટ ભારતને એક કરે છે. આખો દેશ વર્લ્ડ કપને લઈને ઉત્સાહિત છે. અમે વિશ્વની 10 શ્રેષ્ઠ ટીમો વચ્ચેની કોન્ટેસ્ટનું આયોજન કરવા તૈયાર છીએ.

વિશ્વ કપની ટ્રોફી કુવૈત, બહેરીન, મલેશિયા, યુએસએ, નાઇજીરીયા, યુગાન્ડા, ફ્રાંસ, ઇટાલી, યુએસએ અને યજમાન રાષ્ટ્ર ભારત સહિત વિશ્વના 18 દેશોના 40+ શહેરોમાં જશે.ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે કહ્યું, ‘ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર મહત્વપૂર્ણ રહેશે. વર્લ્ડ કપમાં 100 દિવસ બાકી છે, તે અમારા માટે મોટી ઉપલબ્ધિ હશે. અમે આ પ્રવાસ દ્વારા અન્ય દેશોમાં ક્રિકેટને પ્રોત્સાહન આપી શકીશું. આ પ્રવાસ અમને દેશોના લોકોને મળવા અને વાત કરવાની તક આપશે. આ સાથે, અમે કોમ્યુનિટી ક્રિકેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ શરૂ કરી શકીશું.

 ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર 2023 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ મંગળવારે જાહેર થઈ શકે છે. ICCએ આ દિવસે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ દિવસે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી યોજાવાની છે, તેથી આ દિવસ પછી વર્લ્ડ કપમાં માત્ર 100 દિવસ જ બાકી રહેશે, તે જોતાં આ દિવસ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવા માટે શ્રેષ્ઠ જણાય છે. તમને જણાવી દઈએ કે BCCIએ ઘણા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને વનડે વર્લ્ડના શેડ્યૂલનો ડ્રાફ્ટ મોકલ્યો છે. ભારત પ્રથમ વખત સમગ્ર વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ, ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે.આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here