Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં કોરોનામાં ૧ મોત,આરોગ્ય સચિવે તલબ કરતા વહીવટીતંત્ર દોડતું થયું, આજે નવા...

સુરેન્દ્રનગરમાં કોરોનામાં ૧ મોત,આરોગ્ય સચિવે તલબ કરતા વહીવટીતંત્ર દોડતું થયું, આજે નવા ૧૬ કેસ આવ્યા…

203
0
સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી

– કોરોનાગ્રસ્ત એક દર્દીનું સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમાં મોત

– સુરેન્દ્રનગર કલેક્ટર વિવિધ વિસ્તારોની મુલાકાતે દોડી ગયા

– કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તે વિસ્તારોમાં કડક અમલ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવા સંજોગોમાં ગઈ કાલે જિલ્લામાં 42 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વઢવાણમાં 14 કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે. તેવા સંજોગોમાં આજે વહેલી સવારે પણ જિલ્લામાં 16 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. અને એક દર્દીનું મોત નિપજવા પામ્યું છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. વધતા જતા કોરોના સંક્રમણને લઇ જિલ્લા પ્રશાસન વિભાગ પણ સતર્ક બન્યું છે સાથે જિલ્લા કલેકટર પણ સતર્ક બન્યા છે. આજે વહેલી સવારે પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રતનપર અને જોરાવરનગર વિસ્તારની મુલાકાતે દોડી ગયા છે. જે વિસ્તારમાં કોરોના વધુ કેસો છે. તે વિસ્તારની મુલાકાત લઇ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધુ કડકાઇથી અમલ કરાવવા માટે આરોગ્યની ટીમ તથા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું રહ્યું છે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આ ઉપરાંત થાન ચોટીલા સહિતના ગામોમાં પણ કોરોના સંક્રમણ ને લઇ તંત્ર સતર્ક બન્યુ છે તેવા સંજોગોમાં આજે વહેલી સવારે 16 નવા કોરોના પોઝિટિવ કેસ જિલ્લામાં નોંધાઈ ચૂક્યા છે ફક્ત બે કલાકમાં. એક કોરોના ગ્રસ્ત દર્દીનું શહેરની મેડીકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોત નિપજવા પામ્યું છે ત્યારે જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઇ જિલ્લા પ્રશાસન વિભાગની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં પહોંચ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે તેવા સંજોગોમાં જિલ્લા કલેક્ટર અને પ્રશાસન વિભાગની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે જેને લઇને જિલ્લા કલેક્ટરે એ.કે ઓરંગાબાદકર આજે જોરાવરનગર રતનપરની સહિતના ક્ધટેન્મેન્ટ ઝોન ની મુલાકાતે દોડી ગયા છે અને ત્યાં કડક અમલ કરાવવાની સૂચના પણ અધિકારીઓને આપવામાં આવી છે.

આરોગ્ય સચિવે કોરોના સંક્રમણ અટકાવવા કડક અમલ કરાવવા સુચના આપી
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાથે આરોગ્ય સચિવ વહેલી સવારે વીડિયો કોન્ફરન્સ યોજી છે અને જિલ્લામાં કોરોના બાબતે જિલ્લા કલેકટરને વિવિધ પ્રકારના સૂચનો આરોગ્ય સચિવ દ્વારા આપવામાં આવ્યા છે અને કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી પગલાં ભરવા પણ જિલ્લા કલેકટરને અનુરોધ આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે.

આરોગ્યતંત્રએ 26 નવા ધન્વંતરી રથ તાત્કાલિક કાર્યરત કર્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ના કેસ મામલે આરોગ્યતંત્રની પણ ચિંતામાં વધારો થયો છે કારણકે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા દસ દિવસમાં 123 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે ત્યારે મોટાભાગના કોરોના ના કેસો ના દર્દીના હોમ આઇસોલેશન રાખી અને સારવાર આપવામાં આવી રહી છે તેવા સંજોગોમાં 26 નવા ધન્વંતરી રથ તાત્કાલિક કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં આરોગ્યની ડોક્ટરી અને નર્સિંગ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અને કોરોના પોઝિટિવ દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.

જિલ્લામાં પ્રથમ દિવસે 2136 પ્રિકોશન ડોઝ અપાયા
સમગ્ર રાજ્યમાં કોવિડ-19ની રસીકરણ કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ દિવસે 2,136 પ્રિકોશન ડોઝ અપાયા છે.જે અન્વયે ચોટીલા તાલુકામાં 40, ચુડા તાલુકામાં 279, ધ્રાંગધ્રા તાલુકામાં 235, લખતર તાલુકામાં 71, લીંબડી તાલુકામાં 83, મુળી તાલુકામાં 127, પાટડી તાલુકામાં 584, સાયલા તાલુકામાં 163, થાનગઢ તાલુકામાં 37 અને વઢવાણ તાલુકામાં 517 મળી કુલ 2,136 ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here