આમ તો મોટાભાગે સ્વાતંત્રતા પર્વની ઉજવણી સામાન્ય રીતે સ્કૂલ કોલેજો તથા સરકારી કચેરીઓમાં થતી હોય છે પરંતુ પોરબંદર શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મત દરિયામાં સાહસિક પ્રવૃત્તિ ના પ્રેરણા સ્વરૂપ ધ્વજ વંદન કરવામાં આવે છે આજે પણ 15 મી ઓગસ્ટના રોજ મધ દરિયામાં ધ્વજ વંદન કરાયું હતું.જેમાં 25 જેટલા સભ્યો મધદરિયામાં જાય છે અને અન્ય લોકો ચોપાટી પર ઉભી સલામી આપે છે.પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 22 વર્ષથી ચાલી રહી છે જેમાં કલબ દ્વારા સ્વીમેથોન અને વોટરસ્પોર્ટસ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ અને 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ મધ દરિયામાં ધ્વજ વંદન કરી દરિયામાં સાહસ કરી રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે આ ધ્વજવંદન નિહાળવા પોરબંદરની ચોપાટી ખાતે પોરબંદરના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો ગુજરાત ના અન્ય શહેરમાથી પોરબંદર આવેલ લોકો પણ અહીં ધ્વજવંદન જોઈ અભિભૂત થાય છે.ત્યારે આ પ્રકારે ધ્વજવંદન ક્યાંય અન્ય સ્થળે થતું નથી.
ત્યારે સવાલ એવો પણ ઉદભવે છે કે શા માટે મધ દરિયામાં કરાય છે ધ્વજવંદન? શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા 22 વર્ષ પહેલા કલબના સભ્યોને આ પ્રકારનો નવો વિચાર આવ્યો હતો અને આ નવો વિચાર તરત જ અમલમાં મૂકી આજે 22 વર્ષ થયાં છે દર વર્ષે આ પ્રકારે ધ્વજવંદન કરી શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા દેશ માટે કોઈ પણ સમયે ડર રાખ્યા વિના. યુવાનો અને નાગરિકો સાહસિક પ્રવૃત્તિ કરી શકે છે તેવો સંદેશ આપે છે.