Home અમદાવાદ સવારની શરુઆતમાં અમદાવાદથી દુ:ખદ સમાચાર … !!! મીઠાખળી ગામમાં મકાન ધરાશાઇ...

સવારની શરુઆતમાં અમદાવાદથી દુ:ખદ સમાચાર … !!! મીઠાખળી ગામમાં મકાન ધરાશાઇ ….

131
0

અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળ નીચે પાંચ જેટલા લોકો દટાયા હોવાની આશંકાને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ  તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરાઇ હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાના બાળક સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં  જ્યારે એક વ્યક્તિને ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મીઠાખળી ગામમાં જૂનું મકાન પડ્યું હોવાની માહિતી મળતાં ફાયરબ્રિગેડની પાંચેક જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઇ હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે એક નાના બાળક સહિત ચાર લોકોને સ્થાનિક વ્યક્તિઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા હતા. જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ બહાર ન આવ્યો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 30 મિનિટની શોધખોળ બાદ તેને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ધરાશાયી થનાર ત્રણ માળનું મકાન વર્ષો જૂનું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here