Home અમદાવાદ શું આજે અષાઢી બીજે થશે અમી છાંટણા ?… જુઓ વરસાદની આગાહી …

શું આજે અષાઢી બીજે થશે અમી છાંટણા ?… જુઓ વરસાદની આગાહી …

138
0

આજે આષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન અવસર. આજના શુભ દિન અવસરે PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી છે.

અષાઢી બીજે અમદાવાદમાં 146 મી રથયાત્રા રંગેચંગે નીકળી છે. આ વર્ષે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આવામાં ભક્તોને એક જ રાહ હોય છે કે, રથયાત્રાના દિવસે, આ અષાઢી બીજના દિવસે અમી છાંટણા થશે કે નહિ. રથયાત્રાના દિવસે થતા વરસાદને ભક્તો અમી છાંટણા, ભગવાનની પ્રસાદી ગણાવે છે. આવામાં આજે વરસાદ પડશે કે નહિ, શું છે આજની હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ.

 હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે, રથયાત્રામાં મેઘરાજા હળવા વરસાદી છાંટા વરસાવી શકે છે. જોકે ભારે વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતું ઓછા વરસાદને કારણે વાતાવરણમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. જોકે હાલ પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થઇ શકે છે. હાલ વરસાદી સિસ્મટ દક્ષિણ રાજ્યોમાં છે.  હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલે અષાઢી બીજ હોઈ રથયાત્રામાં અમીછાંટણા થઈ શકે છે. તેમજ અમદાવાદમાં છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે. ત્યારે ભેજનાં કારણે વરસાદી માહોલ રહેશે. તેમજ તાપી, ડાંગ, ભરૂચ, સુરત તેમજ વડોદરામાં પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here