અલ્હાબાદ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસી મસ્જિદને લઈને ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે ASI ના સર્વે પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, આ સર્વેથી કોઈને નુકશાન થયું નથી. તેમજ છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ASIને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી મસ્જિદનું સર્વેક્ષણ શરૂ ન કરવા જણાવ્યું હતું. હવે, કોર્ટે આની સુનાવણી 4 ઓગસ્ટને શુક્રવારે કરશે. ત્યારે, સૌ કોઈની નજર કોર્ટની સુનાવણી પર છે. નોંધનીય છે કે 21 જુલાઈ, 2023ના રોજ વારાણસીના જિલ્લા જજની કોર્ટે હિન્દુ પક્ષની અરજી પર જ્ઞાનવાપીના ASI સર્વેને નિર્દેશ આપ્યો હતો. જેની સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 24 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી સર્વે પર રોક લગાવી અને મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. ગુરૂવારે બપોરે લગભગ 3.15 વાગ્યે કેસની સુનાવણી ફરી શરૂ થઈ. સૌપ્રથમ મુસ્લિમ પક્ષે એએસઆઈની એફિડેવિટ પર પોતાનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યું હતુ.