દરેક વ્યક્તિએ કોઇને કોઇ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે વ્યક્તિ તણાવમાં આવી જાય છે. બિનઆરોગ્યપ્રદ બાબતોમાં સૌથી પહેલા ધૂમ્રપાન તથા અન્ય પ્રકારના તમાકુના ઉપયોગનો સમાવેશ થાય છે. તમાકુના કારણે બિમારીઓ સતત વધી રહી છે, જે ખૂબ જ જોખમી બાબત છે. તમાકુ પરની નિર્ભરતા દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે.

તણાવને સમજવા અને ચિંતાના સ્તરના પરિબળો ઓળખવા તે મહત્ત્વપૂર્ણ પગલું છે. ઘરેલુ સમસ્યા તથા કામનું પ્રેશર, સામાજિક તથા આર્થિક દબાણને કારણે ધૂમ્રપાનની આદત પડે છે. આ પ્રકારના પરિબળો ઓળખવાથી રણનીતિ વિકસિત થાય છે. આ તમામ બાબતોનું કોઈ નિવારણ નથી. સ્વસ્થ આહાર વિકલ્પો તથા યોગ્ય કસરત સાથે સંતુલિત જીવનશૈલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉલ્લેખનીય છે કે કસરત કરવાથી માટે શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે, જેના કારણે મગજ અનેક કલાકો સુધી શાંત રહે છે.

અહીં જાણી શકાશે કે તણાવગ્રસ્ત વ્યક્તિ કઇ રીતે આકર્ષણથી દુર રહી શકે છે. તો પહેલાં ઓફિસમાં ધૂમ્રપાન કરવા માટે મિત્રોનું પ્રેશર એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. તમાકુની સેવન કરવાની ઈચ્છા થાય તો એક ગ્લાસ પાણીનું સેવન કરવું. આ પ્રકારની ઈચ્છા ના થાય તે માટે તમારા રુચિના વિષયોને રૂટીનમાં શામેલ કરો, જે મદદરૂપ સાબિત થઈ શકે છે. બિનઆરોગ્યપ્રદ આદતો બદલવા માટે આ સૌથી કારગર ઉપાય છે. ઊંડા શ્વાસ લો, યોગ કરો, ધ્યાન ધરો- આ તમામ બાબતોથી મન શાંત રહે છે. પરિવાર, મિત્રો તથા સહયોગીઓ સાથે મળીને એક મજબૂત સમર્થન પ્રણાલી વિકસાવવી જરૂરી છે.





















